Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોના મૃતકોના પરિવારોને વળતર આપો : રકમ સરકાર નક્કી કરે

મહામારીમાં સુપ્રિમ કોર્ટનો મહત્વનો ફેંસલો : ૬ સપ્તાહમાં ગાઇડલાઇન્સ તૈયાર કરવા પણ આદેશ : કોરોના પીડિતોના પરિવારજનોએ ૪ લાખ રૂપિયાના વળતરની માંગણી કરતી અરજીઓ કરી છે સુપ્રિમ કોર્ટમાં

નવી દિલ્હી તા. ૩૦ : કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોના પરિવારને વળતર આપવાની માંગ સાથે કરાયેલી અરજી અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારને વળતર મળવું જોઇએ. આ રકમ કેટલી હશે, તે કેન્દ્ર સરકાર નક્કી કરશે. જયારે આ અંગે છ સપ્તાહની અંદર માર્ગદર્શિકા તૈયાર કરવા નિર્દેશ કર્યો છે.

અરજીમાં પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયા વળતર આપવાની માંગ હતી. જો કે, કોર્ટે માંગને ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે આટલું મોટુ વળતર આપવું સંભવ નથી. સરકાર પર આર્થિક બોજો પડશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તે કોવિડ સંક્રમણના કારણે થનાર મોતોના મામલામાં ડેથ સર્ટિફિકેટ જાહેર કરવાને સરળ બનાવવા માટે ઉચ્ચ દિશાનિર્દેશ પણ જાહેર કરે.

સુપ્રીમ કોર્ટે પણ માન્યું હતું કે કોવિડને કારણે જેટલા લોકોનાં મોત થયાં છે તેમને ચાર લાખ રૂપિયાની સહાય કરવી મુશ્કેલ છે.  સુપ્રીમ કોર્ટે આની સાથે NDMAને કહ્યું હતું કે, એક એવી સિસ્ટમ બનાવવી જોઇએ જેનાથી ઓછામાં ઓછું વળતર આપી શકાય.

સુપ્રીમ કોર્ટે ૨૧ જૂને તે બે જાહેરહિતની અરજીઓ પર પોતાનો ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો, જેમાં કેન્દ્ર અને રાજયોને કોરોના વાયરસનથી જીવ ગુમાવનારા લોકોના પરિવારને કાયદા હેઠળ ચાર-ચાર લાખ રૂપિયાનું વળતર આપવા અને ડેથ સર્ટિફિકેટ ઇસ્યૂ કરવા માટે એક સરખી નીતિનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

અરજીકર્તાએ પીડિત પરિવારને ચાર લાખ રૂપિયા વળતર આપવાની માગ કરી હતી. જોકે કોર્ટે આ માગને ફગાવી દીધી હતી. કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, આટલુ વળતર આપવુ શકય નથી. સરકાર પર આર્થિક ભારણ આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે, કોવિડ સંક્રમણથી થનારા મોતના મામલે ડેથ સર્ટિફિકેટ જાહેર કરવાનું સરળ બનાવવા માટે યોગ્ય દિશા-નિર્દેશ જાહેર કરે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યુ કે, NDMA પોતાના કર્તવ્યનું નિર્વહન કરવામાં નિષ્ફળ રહ્યુ છે.

સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો છે કે, કોરોના પીડિતોનાં પરિવારને વળતર માટે માર્ગદર્શિકા તૈયાર કરો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પીડિતોને કેટલી રકમ આપવી તે નક્કી કરશે. માર્ગદર્શિકા ૬ અઠવાડિયામાં તૈયાર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે કોવિડનાં મોત પર ચાર લાખ રૂપિયા વળતર આપવાના આદેશને નકારી દીધો છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટ માટે સરકારને વળતરની અમુક રકમ ચૂકવવાનો આદેશ આપવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેને પણ નકારી શકાય નહીં કે, જો રૂ. ૪ લાખનું વળતર આપવામાં આવે તો સરકારને આર્થિક મુશ્કેલી પડી શકે છે.

આ કિસ્સામાં, ઘણા અરજદારો દ્વારા અપીલ કરવામાં આવી હતી કે, કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને ડિઝાસ્ટર એકટ હેઠળ ચાર લાખ રૂપિયા વળતર મળવું જોઈએ. આ ઉપરાંત અરજદારે કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે પણ અરજીમાં સવાલો ઉભા કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો.

(3:17 pm IST)