Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

દેશમાં કોરોનાના એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : કોરોનાના નવા 45.641 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 60.258 દર્દીઓ રિકવર થયા : વધુ 816 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.98.484 થયો :એક્ટિવ કેસ ઘટીને 5.31.803 થયા : કુલ કેસની સંખ્યા 3.03.61.699 થઇ

સૌથી વધુ કેરળમાં 13.550 કેસ,મહારાષ્ટ્રમા 8085 કેસ,તામિલનાડુમાં 4512 કેસ, આંધ્રપ્રદેશમાં 3620 કેસ,કર્ણાટકમાં 3222 કેસ,આસામમાં 2672 કેસ,ઓરિસ્સામાં 2640 કેસ,પશ્ચિમ બંગાળમાં 1595 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 45.641 કેસ નોંધાયા છે. જ્યારે 56.985 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 45.641 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 816 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,98.484 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 45.641 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.03.61.699 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 5.31.803 થઇ છે છેલ્લા 24 કલાકમાં 60.258 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,94.19.497 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 13.550 કેસ,મહારાષ્ટ્રમા 8085 કેસ,તામિલનાડુમાં 4512 કેસ, આંધ્રપ્રદેશમાં 3620 કેસ,કર્ણાટકમાં 3222 કેસ,આસામમાં 2672 કેસ,ઓરિસ્સામાં 2640 કેસ,પશ્ચિમ બંગાળમાં 1595 કેસ નોંધાયા છે

(1:08 am IST)