Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ટ્રોમેટિક ઇજાઓ ધરાવતા કોવિડ-19 દર્દીઓમાં મૃત્યુનો 6 ગણો વધુ ખતરો:અભ્યાસમાં ખુલાસો

અકસ્માત, પડી જવું, ગોળી કે છરી વાગી હોય કે અન્ય ઘાતક ઇજાઓ વાળા દર્દીઓમાં મૃત્યુની શક્યતા છ ગણી વધુ

નવી દિલ્હી : કોરોનાવાયરસનાદર્દીઓમાં મોત અંગે એક અભ્યાસમાં નવો ખુલાસો થયો છે. જેમાં કોવિડ-19 દર્દીઓ કોઇ ટ્રોમેટિક ઇન્જરી જેમ કે કાર અકસ્માત, પડી જવું, ગોળી કે છરી વાગી હોય કે અન્ય ઘાતક ઇજાઓનો ઇતિહાસ ધરાવતા હોય તેવા દર્દીઓના મૃત્યુની શક્યતા 6 ગણી વધી જાય છે.

અમેરિકામાં પેન્સિલવેનિયા યુનિવર્સિટીના  સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસ અનુસાર કોવિડ-19 દર્દીઓમાં અમુક સમસ્યાઓ બેગણી વધી જાય છે. જેમ કે વેનસ થ્રોમ્બોએમ્બોલિઝમ, મૂત્રપિંડ સબંધી સમસ્યા, ઇન્ટુબેશનની જરૂરિયાત, અચાનક આઇસીયુમાં એડમિટ થવુ અને પલ્મોનરી સમસ્યાઓ 5 ગણી વધી જાય છે. મુખ્યત્વે 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં આ જોખમો વધારે હતા. પેરેલમેન સ્કૂલ ઓફ મેડિસિનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને મુખ્ય લેખક એલિનોર કોફમેને જણાવ્યું કે, કોવિડ-19નો પ્રભાવ તેવા દર્દીઓ પર સૌથી વધુ થયો જેની ઇજાઓ નાની હતી અને જેને અમે સાજા કરવાના પ્રયાસો કરી રહ્યા હતા.
કોફમેને વધુમાં જણાવ્યું કે, અમારા તારણો તે વાત પર ધ્યાન દોરે છે કે, હોસ્પિટલો માટે દાખલ દર્દીઓની નિયમિત તપાસ કેટલી જરૂરી છે. જેથી ડોક્ટર આ મોટા જોખમથી અવગત થઇ શકે અને દર્દીઓની સારવાર વધુ સાર સંભાળ અને કાળજી સાથે કરી શકે.
ધ જનરલ ઓફ ટ્રોમા એન્ડ એક્યૂટ સર્જરીમાં પ્રકાશિત અભ્યાસ માટે ટીમે 21 માર્ચથી 31 જુલાઇ,2020 સુધીમમાં પેન્સિલવેનિયા ટ્રોમા સેન્ટરમાં દાખલ થયેલ 15,550 દર્દીઓનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યુ હતું.
15,550 દર્દીઓમાંથી 8170નું વાયરસ માટે પરીક્ષણ કરવામાં આવ્યુ જેમાંથી 219 પોઝિટીવ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન સંશોધકોએ જાણ્યું કે, સમયની સાથે પરીક્ષણનો દર એપ્રિલ, 2020માં 34 ટકાથી વધીને જુલાઇમાં 56 ટકા પર પહોંચી ગયો હતો.

(12:48 am IST)