Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

અમેરિકાના પ્રોફેશનલ બોસ્કર ફ્લોયડ મેવેદર એક જ દિવસમાં કમાયો અધધધ,, 742 કરોડ

યુટ્યુબર લોગન પોલ નામની ફાઇટમાં 100 મિલીયન ડૉલર્સ કમાયો

ફોર્બ્સની યાદીમાં 196 કરોડ રૂપિયા સાથે કોહલી સૌથી મોંઘા ક્રિકેટર છે પરંતુ એક ખેલાડીએ એક જ દિવસમાં 742 કરોડ રૂપિયા કમાઇ લીધા છે.અમેરિકાના પ્રોફેશનલ બોસ્કર ફ્લોયડ મેવેદરે એક જ દિવસમાં 742 કરોડ રૂપિયા કમાઇ લીધા છે. મેવેદરે જણાવ્યું કે, યુટ્યુબર લોગન પોલ નામની ફાઇટમાં તેણે 100 મિલીયન ડૉલર્સની કમાણી કરી.

મેવેદર અને લોગન વચ્ચે થયેલી આ ફાઇટ નકલી હતી આ વાતનો ખુલાસે ખુબ મેવેદરે કર્યો હતો. મેવેદરનો એક વીડિયો સોશ્યલ મિડીયા પર વાયરલ થઇ રહ્યો હતો જેમાં તેણે કહ્યું કે 100 મિલીયન ડૉલર નકલી ફાઇટથી કમાયો છે.
  પોતાના કરિયરમાં અત્યાર સુધી એક પણ ફાઇટ મેવેદર હાર્યો નછી. મેવેદર પાસે આલિશાન ગાડીઓ છે અને પ્રાઇવેટ જેટ પણ છે જેની કિંમત 334 કરોડ રૂપિયા છે.

(12:26 am IST)