Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

કોરોનાથી 50 વર્ષથી ઓછી વયના લોકોના સૌથી વધુ થયા મૃત્યુ : એઈમ્સના નવા અધ્યયનમાં ખુલાસો

42.1% મૃત્યુ 18-50 વર્ષની વય જૂથમાં, 51-65 વર્ષની વય જૂથમાં 34.8% અને 65 અને તેથી વધુ વય જૂથમાં 23.1% ટકાના મોત

નવી દિલ્હી :ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના નવા અધ્યયનમાં ખુલાસો થયો છે કે કોવિડ -19 થી 50 વર્ષથી ઓછી ઉંમરના લોકો વધુ પ્રમાણમાં મૃત્યુ પામ્યા છે. એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયા, એઈમ્સ ટ્રોમા સેન્ટરના ચીફ ડો.રાકેશ મલ્હોત્રા અને અન્ય ઘણા લોકો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો. ઈન્ડિયન જર્નલ ઓફ ક્રિટિકલ કેર મેડિસિનમાં પ્રકાશિત આ અધ્યયનમાં મુખ્યત્વે કોવિડ -19 થી થયેલા પુખ્ત દર્દીઓની મૃત્યુ ગત વર્ષે 4 એપ્રિલથી 24 જુલાઇની વચ્ચે છે.

ભારતના કોવિડ-19 કેન્દ્રોમાં દાખલ દર્દીઓમાં મૃત્યુદરના કારણો શોધવા તેમજ ક્લિનિકલ રોગચાળાના લક્ષણોનો અર્થઘટન કરવા માટે COVID-19 ના મૃત્યુ અંગેના એઈમ્સ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસના સમયગાળા દરમિયાન આશરે 654 પુખ્ત દર્દીઓ આઈસીયુમાં દાખલ થયા હતા. આમાંથી, 247 મૃત્યુ પામ્યા હતા અને મૃત્યુ દર લગભગ 37.7% નોંધાયું હતું, પુખ્ત દર્દીઓનો અભ્યાસ સરળ બનાવવા માટે ઘણા વય જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. 18 થી 50, 51 થી 65 અને 65 વર્ષથી ઉપર. અભ્યાસ બતાવે છે કે 42.1% મૃત્યુ 18-50 વર્ષની વય જૂથમાં થયાહતા

આમાં મોટાભાગના કોવિડ -19 દર્દીઓમાં સામાન્ય પાસાઓમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ અને ક્રોનિક કિડની રોગ શામેલ છે. સાથે તાવ, ખાંસી અને શ્વાસ લેવાની તકલીફથી પણ નોધાઇ હતી. તમામ મૃત દર્દીઓ માટેનો ડેટા તેમના ઇલેક્ટ્રોનિક તબીબી અહેવાલો, દર્દીઓના દૈનિક પ્રગતિ અહેવાલ ચાર્ટમાં, તેમજ આઇસીયુ નર્સિંગ નોટ્સમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો. વિવિધ અભ્યાસોમાં કોવિડ -19 દર્દીઓમાં આઇસીયુ મૃત્યુ દર 8.0% થી 66.7% ની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. યુ.એસ., સ્પેન અને ઇટાલી જેવા અન્ય કેટલાક દેશોમાં પણ સમાન મૃત્યુ દર નોંધાયા છે.

(12:00 am IST)