Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

IOC, ONGC, કોટક મહિન્દ્રા બેંકના શેરમાં ગાબડાં

સપ્તાહના સતત બીજા સત્રમાં બજાર તૂટ્યા : સેન્સેક્સમાં ૧૮૬, નિફ્ટીમાં ૬૬ પોઈન્ટનો કડાકો, પાવર ગ્રિડ કોર્પો., એચયુએલ, એનટીપીસીમાં સૌથી વધુ તેજી

મુંબઈ, તા. ૨૯ : સ્થાનિક શેર બજાર મંગળવારે સતત બીજી સત્રમાં ગિરાવટ સાથે બંધ થયા. ૩૦ શેરો પર આધારિત સેન્સેક્સ ૧૮૫.૯૩ પોઈન્ટ એટલે કે ૦.૩૫ ટકાની ગિરાવટ સાથે ૫૨,૫૪૯.૬૬ પોઈન્ટના સ્તર પર બંધ થયું. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૬૬.૨૫ પોઈન્ટ એટલે કે ૦.૪૨ ટકા તૂટવા સાથે ૧૫,૭૪૮.૪૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યું. નિફ્ટી પર આઈઓસી, ઓએનજીસી, હિંદાલકો, કોટક મહિન્દ્રા બેંક અને કોલ ઈન્ડિયાના શેરમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો. બીજી બાજુ પાવર ગ્રિડ કોર્પો., શિપ્લા, એચયુએલ, એનટીપીસી તેમજ ડેવિસ લેબના શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

એફએમસીજી અને ફાર્મા સેક્ટરને બાદ કરતા બાકીના તમામ સેક્ટર લાલ નિશાન પર બંધ થયા છે. નિફ્ટી બેંક, મેટલ, ઓટો અને પીએસયુ બેંકમાં એક-એક ટકાની ગિરાવટ નોંધાઈ હતી.

સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા બેંકના શેરોમાં સર્વાધિક ૧.૫૪ ટકાની ગિરાવટ નોંધી હતી. આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંકના શેરમાં ૧.૫૨ ટાક, ટેક મહિન્દ્રાના શેરમાં ૧.૪૭ ટકા, બજાજ ઓટોના શેરમાં ૧.૩૯ ટકા અને એક્સિસ બેંકના શેરમાં ૧.૩૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એજ રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, મારુતિ, ટાટા સ્ટિલ, ભારતી એરટેલ, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ, એચડીએફસી બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, એચસીએસ ટેક અને આઈટીસીના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેન્સેક્સ પર પાવર ગ્રિડ, હિંદુસ્તાન યૂનિલિવર લિમિટેડ, એનટીપીસી, ડોક્ટર રેડ્ડીસ અને નેસ્લે ઈન્ડિયાના શેર ચેજી સાથે બંધ થયા. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, ટાઈટન, એચડીએફસી, રિલાયન્સ, સન ફાર્મા અને ટીસીએસના શેર લીલા નિશાન પર બંધ થયા. રિલાયન્સ સિક્યોરિટીસના પ્રમુખ વિનોદ મોદીએ કહ્યું ફાઈનેન્શિયલ, ઓટો અને મેટલ સ્ટોકમાં નફો વસૂલવાને લીધે સ્થાનિક શેર બજાર ગિરાવટ સાથે બંધ થયા છે. વૈશ્વિક બજારોમાં નબળા સંકેતની અસર પણ સ્થાનિક રોકાણકારો પર પડી હતી. અન્ય એશિયન બજારોની વાત કરવામાં આવે તો શાંઘાઈ, હોંગકોંગ, સિઓલ અને ટોક્યોના શેર બજાર લાલ નિશાન પર બંધ થયા હતા. બીજી બાજુ યુરોપમાં બપોરના સત્રમાં શેર બજારોમાં તેજી જોવા મળી રહી હતી.

(12:00 am IST)