Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે અબુધાબી નેશનલ ઓઇલ એનર્જી કંપની રુંવાઇસમાં પ્રોજેકેટ શરુ કરશે :મોટા રોકાણની આશા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અબુધાબી પેટ્રોકેમિકલ હબમાં રોકાણ માટેનો કરાર કર્યો

મુંબઈ : ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 75,000 કરોડના રોકાણ બાદ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે હવે અબુધાબી પેટ્રોકેમિકલ્સ હબમાં મોટા રોકાણની જાહેરાત કરી છે.

  સૂત્રોએ જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અબુધાબી નેશનલ ઓઈલ કંપની રુવાઈસમાં પ્રોજેકેટ શરુ કરશે અને આ રોકાણ 1.5 બિલિયન હોવાનું અનુમાન છે. 

 અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીએ દેશમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં 75,000 કરોડના રોકાણની મોટી જાહેરાત કરી છે. યુએઈમાં ઓઈલ અને ગેસ પૂરો પાડતી સૌથી મોટી કંપની એડનોકને Ta’ziz પ્રોગ્રામ હેઠળ 5 બિલિયન ડોલરના રોકાણની આશા છે. 

કંપની દ્વારા સ્ટેટમેન્ટમાં જણાવાયું છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે અબુધાબી પેટ્રોકેમિકલ હબમાં રોકાણ માટેનો કરાર કર્યો છે. કંપનીએ જણાવ્યું કે રિલાયન્સ ઈન્ડ. અબુધાબી નેશનલ ઓઈલ કંપનીના પ્રોજેક્ટમાં જોડાશે.  અબુધાબી નેશનલ ઓઈલ કંપનીએ પણ આ કરારની જાહેરાત કરી દીધી છે. જોકે રોકાણની વધારે વિગતો આપવાનો કંપનીએ ઈન્કાર કરી દીધો છે. 

(12:00 am IST)