Gujarati News

Gujarati News

News of Wednesday, 30th June 2021

ગુજરાત દર્પણ (અમેરિકા) ના શ્રી સુભાષભાઈ શાહના ધર્મપત્ની તથા શ્રી કલ્પેશ શાહના માતુશ્રી સુશ્રી ભગવતીબેન શાહનું દુઃખદ અવસાન : 26 જૂન 2021 શનિવારના રોજ હૃદય રોગનો હુમલો આવતા અંતિમ શ્વાસ લીધા : અંતિમયાત્રા 28 જૂન તથા પ્રાર્થના સભા 3 જુલાઈના રોજ

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ગુજરાત દર્પણ ( અમેરિકા) ના શ્રી સુભાષભાઈ શાહના  ધર્મપત્ની તથા શ્રી કલ્પેશ શાહના માતુશ્રી સુશ્રી ભગવતીબેન સુભાષભાઈ શાહનું 26  જૂન 2021 શનિવારના રોજ  હૃદય રોગના હુમલાથી દુઃખદ અવસાન થયું છે. તેમનો જન્મ 21 જાન્યુઆરી 1952 ના રોજ થયો હતો.તેમણે 26 જૂન 2021 ના રોજ  સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.


સદગત ભગવતીબેન, ગુજરાત દર્પણ (અમેરિકા) ની અંતિમ યાત્રા  બપોરે  1 થી 3 વાગ્યા દરમિયાન ફ્રેન્કલીન પાર્ક મેમોરિયલ સર્વિસ , 1800 NJ -27 ,નોર્થ બ્રન્સવિક ટાઉનશીપ ,ન્યુજર્સી  મુકામે રાખવામાં આવી છે. જેનું લાઈવ પ્રસારણ Vimeo http: /vimeo.com/event/1106400 , facebook : https./www.facebook.com/GunjeshUSA,  You Tube :  https./www.youtube.com/c/GunjeshDesai. દ્વારા કરાશે  .  

પ્રાર્થના સભાનું આયોજન 3 જુલાઈ 2021 શનિવારના રોજ શ્રી ઉમિયા ટેમ્પલ 1697 ઓક ટ્રી રોડ ,એડિસન ન્યુજર્સી ખાતે બપોરે 4 થી 6 વાગ્યા દરમિયાન  કરાયું છે.

સદગતના પરમ પવિત્ર આત્માને  પરમ કૃપાળુ પરમાત્મા  શાંતિ આપે તેવી પ્રાર્થના . તેમજ  શ્રી સુભાષભાઈ અને શ્રી કલ્પેશભાઈ શાહના પરિવારને ન પુરી શકાય તેવી ખોટ પડી છે. જે સહન કરવા માટે પરમાત્મા તેમને શક્તિ આપે તેવું આશ્વાસન પાઠવીએ છીએ તેવું સુશ્રી નંદિની તથા શ્રી પ્રદીપ (પીટર) કોઠારીની યાદીમાં જણાવાયું છે. ૐ શાંતિ .

શ્રી  સુભાષભાઈ શાહનો કોન્ટેક નંબર 1 ( 732  ) 875 -8688 તથા શ્રી કલ્પેશભાઈ શાહનો કોન્ટેક નંબર 1 ( 732  ) 829 -8400 છે. આજનો દિવસ તેઓને ફોન કરવાને બદલે વ્હોટ્સ એપ  અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા આશ્વાસન પાઠવવા વિનંતી કરાઈ છે.

(11:19 am IST)