Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

તીડના નિયંત્રણ માટે તૈયાર કરાયા વાયુ સેનાના હેલિકોપ્ટર MI -17 : ટ્રાયલ પૂર્ણ

હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો

 

નવી દિલ્હી :તીડના આક્રમણના લીધે દેશના કૃષિ મંત્રાલયે મે મહિનામાં ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના બે MI -17 હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો. જો કે કંપનીઓ કોરોના વાઈરસની મહામારીના લીધે ક્યારે કામ કરી આપે તે નક્કી નહોતું. આથી ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટરમાં મોડિફિકેશન કર્યું છે અને સફળતાપૂર્વક ટ્રાયલ પણ પૂર્ણ કર્યું છે.

ભારતીય વાયુસેનાના યુનિટે પડકારજનક કામ હાથમાં લીધું હતું અને પૂર્ણ કર્યું હતું. વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટરમાં મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. હેલિકોપ્ટરની બંને બાજુ સ્પ્રે નોઝલ લગાવવામાં આવી છે અને ત્યાંથી ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ તીડના ઝુંડ પર કરી શકાશે. ભારતીય વાયુસેનાના ચંદીગઢ સ્થિત ડેપોમાં મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 800 લીટરની ટાંકી પણ ફીટ કરવામાં આવી છે અને તેના લીધે સતત 40 મિનિટ સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાશે.

(12:30 am IST)