Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પૂર્વ કેન્‍દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માના મોટા પુત્રનુ નિધનઃ કોરોનાથી સંક્રમિત હતા, લીવરની સમસ્‍યાને લઇ એસ્‍કોર્ટમા દાખલ હતા, કોરોના રીપોર્ટ એક વખત નેગેટીવ આવેલ

બારાબંકીઃ પૂર્વ કેન્‍દ્રીય મંત્રી દિવંગત સપા નેતા બેની પ્રસાદ વર્માના પુત્ર દિનેશ વર્માનું દિલ્લીમાં  નિધન થયું ૫૦ વર્ષિય દિનેશ વર્મા કોરોના વાયરસથી સંક્રમિત હતા દિનેશના નાનાભાઇ અને ઉતરપ્રદેશના પૂર્વ કારાગાર મંત્રી રાકેશ શર્માએ બતાવ્‍યુ એમના મોટાભાઇનુ સવારે ૧૦ વાગ્‍યે નિધન થયું.

તે ભંડારણા વિભાગમા ઓડિટરના પદ પર તૈનાત હતા. પરિવારમા પત્‍નિ  એક પુત્ર અને એક પુત્રી છે તેઓ વકૃતની બિમારીથી પણ પીડીત હતા.

(11:06 pm IST)
  • રાજસ્થાનને લાગુ વિસ્તારમાં ચીન દ્વારા યુધ્ધાભ્યાસની તૈયારી ભારત-પાકિસ્તાન સરહદે ચીન એરફોર્સ સક્રિય : રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી એરફોર્સ તેની ગતિવિધી વધારી દીધી છે. ભારત વિરૂધ્ધ સાજીસનો પર્દાફાશઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ચીની વિમાનો દેખાયા પછી રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ ઉપર પણ સક્રિયતા વધી છે. આર્થીક રોકાણની આડમાં ચીન હવે પાકિસ્તાનમાં યુધ્ધાભ્યાસની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું છે. access_time 3:51 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો આરોપઃ સરકારે લાભ આપવાના બદલે પ્રજાની કેડ ભાંગી નાખી પેટ્રોલ-ડીઝલમાંથી સરકારે ૧૮ લાખ કરોડની કમાણી કરી access_time 11:37 am IST