Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ચાઈનીઝ એપ પર પ્રતિબંધથી યુટયુબરમાં જામ્યો જશ્ન : TikTokમાં માતમ :સોશ્યલ મીડિયા પર મીમ્સનો મારો

પ્રતિબંધ લાદવા અંગે જુદા-જુદા પ્રકારના મીમ્સ અને જોક્સ વાયરલ

 

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા ટિક-ટોક અને શેર ઈટ સહિત 59 ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દેવાતા લોકો સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એપ પર પ્રતિબંધ લાદવા અંગે જુદા-જુદા પ્રકારના મીમ્સ અને જોક્સ બનાવવામાં આવ્યા છે જેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યુ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ટિક-ટોકને લઈને લોકોમાં ગજબનો ક્રેજ હતો અને હવે તમામ ફેન્સરેસ્ટ ઈન પીસ ટિક ટોકહૈશ ટેગ ચલાવી રહ્યા છે.

 ટિકટોકર અને યૂટ્યૂબર વચ્ચે હંમેશાથી ઉગ્ર ચર્ચા ચાલતી આવી છે. સોશિયલ મીડિયા પર હવે એવા મીમ્સ શેર થઈ રહ્યા છે જેમાં યૂટ્યૂબર જશ્ન મનાવી રહ્યા છે જ્યારે ટિક્ટોકર માતમ મનાવી રહ્યા છે. ઉપરાંત જુદા-જુદા પ્રકારના મીમ્સ શેર થઈ રહ્યા છે.

(10:42 pm IST)