Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

''તૂ ઇધર ઉધર કી ન બાત કર, યે બતા કાફિલા કહાં લુટા” પીએમ મોદીના સંબોધન પર રાહુલ ગાંધીનો શેરથી ટોણો

મૌલાના આઝાદથી લઇ જવાહરલાલ નહેરુએ ઉપયોગ કરેલ શાયરીનો રાહુલ ગાંધીએ સહેજ ફેરફાર કર્યો

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું ત્યારબાદ થોડી વારમાં જ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમને પ્રસિદ્ધ શાયર શહાબ જાફરીની નજમના શેરથી ટોણો માર્યો હતો. રાહુલ ટ્વીટ કરી લખ્યું કે“તૂ ઇધર કી ન બાત કર, યે બતા કાફિલા કૈસે લુટા.  મુઝે રહજનો સે ગિલા નહીં, પર તેરી રહબરી કા સવાલ હૈ. એટલે (તુ આડી અવળી વાતો ન કર એ જણાવ કે કાફલો ક્યાં લૂંટાયો, મને ડાકૂઓ સામે કોઇ ફરિયાદ નથી પણ તારી લૂટનો સવાલ છે.)   

  શાયરની આ બે પંક્તિઓ સંસદમાં ઘણી વખત ગૂંજી છે. મૌલાના આઝાદથી લઇ જવાહરલાલ નહેરુએ તેનો ઉપયોગ કર્યો હતો. જો કે અહીં રાહુલ ગાંધીએ તેની પ્રથમ પંક્તિમાં થોડો ફેરફાર કરી ક્યું લુટાને બદલે કહાં લુટા કરી નાંખ્યું.

રાહુલ ગાંધીએ પીએમના સંબોધન અંગે કહ્યું કે વડાપ્રધાને બિનયોજિત લોકડાઉનથી દેશવાસીઓને શું ફાયદો થયો તે જણાવવું જોઇએ.કોરોના પર કાબુ મેળવવાના લક્ષ્યમાં તો લોકડાઉન સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે.દેશ  જાણવા માગે છે કે લોકડાઉનના નક્કી લક્ષ્યને દેશ પ્રાપ્ત કરી શક્યો કે નહીં?

(9:36 pm IST)