Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં ૭૦ ટકાનો ઘટાડો

કોરોના મહામારીને લીધે ઓટો સેક્ટર પર સંકટ : શહેરો કરતા ગ્રામીણ ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચાણ થયું, દ્વીચક્રી અને ઈલેક્ટ્રિક વાહનો તરફનો ઝોક ઘણો વધી શકે છે

નવી દિલ્હી,તા. ૩૦ : કોરોના રોગચાળાને કારણે ભારતીય ઓટોમોબાઈલ વિશ્વ ૩૦ વર્ષમાં સૌથી મોટી મંદીનો સામનો કરી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પહેલા ક્વાર્ટરમાં વાહનોના વેચાણમાં ભારે ઘટાડો થયો છે. માર્ચ અને મે મહિનામાં સંપૂર્ણ લોકડાઉનને કારણે ઘરેલુ વેચાણ અને ટુ-વ્હિલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલરના નિકાસમાં ભારે ઘટાડો થયો છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન વાહનોના વેચાણમાં ૨૫-૪૫ ટકાનો ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાહન કંપનીઓના વેચાણમાં ૭૦ ટકાનો ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારે વાહનોના વેચાણમાં ૫૦ ટકાનો ઘટાડો જોવાશે, જે ૨૦૦૮ ના વેચાણના આંકડાની બરોબર હશે. વાહન બજારના અંદાજ મુજબ, ખાનગી વાહનોનું વેચાણ .૭૩ લાખ યુનિટથી ઘટીને માત્ર . લાખ યુનિટ થશે.

            ગયા વર્ષે .૯૪ લાખ યુનિટની તુલનામાં વર્ષે વાહનોનું ઘરેલું વેચાણ . લાખ યુનિટ રહેશે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ (સિયામ) ના પ્રમુખ રાજન વાઢેરાએ જણાવ્યું હતું કે હાલમાં ઓટોમોબાઈલ કંપનીઓની ઉત્પાદક ક્ષમતા માત્ર ૨૦-૪૦ ટકા છે. માંગમાં ઘટાડો થવાને કારણે કંપનીઓએ ઉત્પાદન ધીમું કર્યું છે. એપ્રિલમાં શૂન્ય વેચાણ પછી, મે મહિનામાં લોકડાઉનમાં ઉછાળા પછી વેચાણ વધ્યું હતું પરંતુ તે અપેક્ષિત વેચાણ કરતા ઘણું ઓછું હતુંમહિન્દ્રા અને મહિન્દ્રાના એમડી પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે શહેરોમાં વેચાણ તેમના નીચા તબક્કામાં હતું જ્યારે શહેરી વિસ્તારો કરતા ગ્રામિણ વિસ્તારોમાં વેચાણ વધુ સારું હતું. ટ્રેક્ટર અને ટ્રકોના વેચાણમાં ગ્રામીણ વિસ્તારોએ દાખલો બેસાડ્યો છે. તેમણે માહિતી આપી કે ટુ-વ્હીલર અને થ્રી વ્હીલર ઉત્પાદકો તેમની ક્ષમતાના ૬૫-૭૦ ટકા ઉત્પાદન કરી રહ્યા છે. કોરોના યુગમાં વ્યક્તિગત ગતિશીલતાની માગમાં વધારો થયો છે, જે ટુ-વ્હીલર અને ઇલેક્ટ્રિક વાહનનું ઉત્પાદન પ્રગતિ કરશે. -કોમર્સ દ્વારા વાહનોને ઓનલાઇન ઉપલબ્ધ કરાવવા માટે એક પ્લેટફોર્મ પણ રજૂ કરવામાં આવ્યું છે, જેથી ખરીદી સરળ થઈ શકે.

(7:40 pm IST)