Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

કેન્દ્ર સરકારે પ્રતિબંધ મુક્યા બાદ અમેરિકન કંપની ગુગલ અને ઍપલ પણ મેદાનમાં આવ્યાઃ પોતાની ઍપ સ્ટોરમાંથી ટીકટોક અને હેલોને હટાવી દીધા

નવી દિલ્હી:  TikTok અને Helo સહિત 59 એપ્સ પર કેન્દ્ર સરકાર દ્વારા પ્રતિબંધ મૂકાયા બાદ અમેરિકન કંપની ગૂગલ અને એપલ પણ મેદાને આવી ગયા છે. આ બંને કંપનીઓએ તાબડતોબ પોતાના એપ સ્ટોરથી ટિકટોક અને હેલોને હટાવી દીધી છે. ગઈ કાલે રાતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ બાદ આજે સવારે લગભગ 9 વાગે આ પગલું લેવાયું. હવે કોઈ પણ ભારતીય યૂઝર આ એપ્સને ડાઉનલોડ કરી શકશે નહીં.

મળેલી માહિતી મુજબ હાલ ગૂગલે પોતાના પ્લે સ્ટોર અને એપલે પોતાના એપ સ્ટોરથી કેટલીક ચીની એપ્સને બેન કરી છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા બેન કરાયેલી તમામ ચીની એપ્સમાંથી કેટલીક હજુ પ્લે સ્ટોરમાં જોવા મળી રહી છે. હાલ બંને અમેરિકી કંપનીઓએ પોતાની આ કાર્યવાહી પર કોઈ અધિકૃત નિવેદન જાહેર કર્યું નથી.

ભારતમાં પ્રતિબંધ લાગ્યા બાદ ચીનની મોબાઈલ એપ ટિકટોકે પોતાની સ્પષ્ટતા બહાર પાડી છે. નિવેદન બહાર પાડીને ટિકટોકે કહ્યું કે કંપની ભારતમાં પોતાના કોઈ પણ યૂઝરનો ડેટા ચીન સહિત કોઈ પણ વિદેશી સરકાર સાથે શેર કરતી નથી. એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો તે અંગે કંપનીનું કહેવું છે કે બાઈટડાન્સએ ભારત સરકાર પાસે પોતાનો પક્ષ રજૂ કરવાની મંજૂરી માંગી છે જેથી કરીને આશંકાઓ દૂર કરી શકાય.

અત્રે જણાવવાનું કે પૂર્વ લદાખમાં ચીન સાથે સરહદ વિવાદ વચ્ચે ભારત સરકારે ટિકટોક અને યુસી બ્રાઉઝર સહિત ચીન સંલગ્ન 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો. સરકારે આ એપ્સને સુરક્ષા કારણોસર જોખમી ગણાવી છે. સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ આ એપ્સ એવી ગતિવિધિઓમાં સામેલ છે જે ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી છે.

(5:26 pm IST)
  • રાજસ્થાનને લાગુ વિસ્તારમાં ચીન દ્વારા યુધ્ધાભ્યાસની તૈયારી ભારત-પાકિસ્તાન સરહદે ચીન એરફોર્સ સક્રિય : રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદે ચીનની પીપલ્સ લીબરેશન આર્મી એરફોર્સ તેની ગતિવિધી વધારી દીધી છે. ભારત વિરૂધ્ધ સાજીસનો પર્દાફાશઃ પાકિસ્તાન કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ચીની વિમાનો દેખાયા પછી રાજસ્થાન સાથેની પાકિસ્તાની સરહદ ઉપર પણ સક્રિયતા વધી છે. આર્થીક રોકાણની આડમાં ચીન હવે પાકિસ્તાનમાં યુધ્ધાભ્યાસની તૈયારીમાં હોવાનું બહાર આવ્યું છે. access_time 3:51 pm IST

  • મોટી કંપનીનું વિમાન રન-વેથી સ્લીપ થઇ ગયું ? : દેશના મોટા કોર્પોરેટ હાઉસનું ખાનગી વિમાન પરમ દિવસે હૈદ્રાબાદ એરપોર્ટ ઉપર રન-વેની બહાર ચાલ્યુ ગયાના અહેવાલો મળે છે. પાંખો અને લેન્ડીંગ ગીયર ડેમેજ થયાનું ન્યુઝ ફર્સ્ટ નોંધે છે. જો કે વિમાનમાં બેઠેલાઓ અને મુસાફરો સલામત છે. વિગતો મેળવાઇ રહી છે. access_time 3:51 pm IST

  • રાજકોટમાં કડાકા - ભડાકા સાથે છેલ્લી અડધી કલાકથી વરસાદ ચાલુ છે : કાળા ડિબાંગ- ઘનઘોર વાદળો છવાયા : વિજળીના કડાકા - ભડાકા સાથે બેફામ વરસાદ ચાલુ : લોકો ધ્રુજી ઉઠે અને ભયભીત થાય તે રીતે વિજળી ગાજે છે : છેલ્લી અડધી કલાકથી બેફામ વરસાદ ચાલુ access_time 11:18 am IST