Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

પાકિસ્તાની પાયલોટ-સ્ટાફની તપાસમાં કતાર સહિત એર લાઈન્સો

આગામી સૂચના ન મળે ત્યાં સુધી પ્લેન ઉડાડવાની મનાઈ

ઈસ્લામાબાદઃ. કતાર એરવેઝ સહિત ઘણી એર લાઈન્સોએ પાકિસ્તાની પાઈલોટો, કર્મચારીઓ સામે તપાસ ચાલુ કરી છે અને આગામી સૂચના સુધી તેમને ગ્રાઉન્ડેડ કરી દીધા છે કેમ કે ઓછામાં ઓછા ૨૬૨ પાયલોટો પાસે બોગસ લાયસન્સ હોવાની શંકા છે.

૨૨ મે ના કરાંચી વિમાન અકસ્માતની પ્રાથમિક તપાસના રિપોર્ટ પછી ગયા અઠવાડીયે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સે ૧૫૦ પાયલોટોને શંકાસ્પદ લાયસન્સ બાબતે ગ્રાઉન્ડેડ કરી દીધા હતા. અકસ્માત માટે પાયલોટ અને હવાઈ અવરજવર નિયંત્રણના સ્ટાફને દોષિત ગણાવાયા હતા. સૂત્રો અનુસાર હવે કુવૈત એર એ સાત પાકિસ્તાની પાયલોટો અને ૫૬ એન્જીનીયરોને ગ્રાઉન્ડેડ કર્યા છે. જ્યારે કતાર એરવેઝ, ઓમાન એર અને વિયેતનામ એર લાઈન્સે આવા પાકિસ્તાની પાયલોટ, એન્જીનીયરો અને ગ્રાઉન્ડ હેન્ડલીંગ સ્ટાફની યાદી તૈયાર કરી છે.

(3:15 pm IST)