Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

હરિયાણાના સોનીપત જીલ્લામાં ઓન ડ્યુટી બે પોલીસ કર્મીઓની ગોળીઓ મારીને હત્યા

અજાણ્યા હુમલાખોરોએ પોલીસ ચોકી પાસે તેમને ગોળીઓ વડે વીંધી નાખ્યા

સોનીપત  : જિલ્લાના ગોહાનાથી થોડેક કિલોમીટર દૂર, બૂટાના નજીક પેટ્રોલીંગ કરી રહેલા બે પોલીસ કર્મચારીઓને સવારે ગોળીઓથી હુમલો કરીને મારી નાખ્યા હતા. બનાવની જાણ થતાં જ રોહતક રેન્જના આઈજી સંદીપ ખીરવાર અને એસપી સોનીપત જશ્નદીપ રંધાવા ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અજાણ્યા શંકાસ્પદ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

આ લોહિયાળ ઘટનાથી સોનીપત નું ગોહાના ક્ષેત્ર હચમચી ઉઠ્યું છે. ગોળી વાગતા બે પોલીસ કર્મીઓની ઓળખ કોન્સ્ટેબલ રવિન્દ્ર અને હવાલદાર કપ્તાન તરીકે થઈ છે. તે બંને જિંદના રહેવાસી હતા અને બરોદા ના બુટાણા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. સોમવારે રાત્રે બંને પોલીસકર્મીઓ પેટ્રોલીંગમાં નીકળ્યા હતા અને મંગળવારે સવારે અજાણ્યા હુમલાખોરોએ પોલીસ ચોકી પાસે તેમને ગોળીઓ વડે વીંધી નાખ્યા હતા.

રોહતક રેન્જના આઈજી સંદીપ ખીરવારે બંને પોલીસ કર્મીઓને શહીદ ગણાવ્યા છે. તેઓએ કહ્યું છે કે, આ લોહિયાળ હત્યા ને અંજામ આપનારા ગુનેગારોને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. પરંતુ કોન્સટેબલ રવિન્દ્ર અને એસપીઓ કપ્તાન પર કયા હથિયાર વડે હુમલો થયો તે અંગે તેઓ જણાવી શક્યા નહીં. બંને પોલીસ કર્મચારીઓની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. બદમાશોની શોધમાં એક ટીમ બનાવવામાં આવી છે. પોલીસનો દાવો છે કે, આરોપીઓ જલ્દીથી તેમની કસ્ટડીમાં આવશે.

(1:49 pm IST)