Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

નેશનલ લો યુનિ.માં દિલ્હીવાસીઓ માટે ૫૦ ટકા આરક્ષણ આપવા સંબધે હાઇકોર્ટે મનાઇ ફરમાવી

નવી દિલ્હી,તા.૩૦ : નેશનલ લો. યુનિવર્સિટી દ્વારા ૫૦ ટકા અનામત  ઉપર દિલ્હી હાઇકોર્ટ દ્વારા રોક લગાવી દેવામાં જે સ્થિતી છે. તે યથાવત જાળવી રાખવી.

નેશનલ લો.યુનિવર્સિટી એ એસ.એલ.બી. સામે એલ.એલ.એમ.માં પ્રવેશ માટે અરજી કરયાની તારીખ એક અઠવાડીયુ લંબાવવા જણાવ્યું હતું.

નેશનલ લો. યુનિ.ના વહીવટી દ્વારા ૫૦ ટકા અનામત સીટ મુકરર કરી હતી. હાઇકોર્ટના જણાવ્યા પ્રમાણે નવા પ્રવેશ સંબધે એક અઠવાડીયાની મુદત વધારવી અને આ અંગેની વધુુ સુનવણી ૧૮ ઓગષ્ટે આપવામાં આવી છે

અરજકર્તા પ્રિયા સિંહે  જણાવેલ કે, નેશનલ લો.યુનિમાં કોલેજોમાંથી ડીગ્રી લેવાવાળા ઓને ૫૦ ટકા આરાક્ષણ આપવું એ સંવિધાનના અનુચ્છેદ  ૧૫/૩નું ઉલ્લંઘન છે. એટલે આના ઉપર તાત્કાલીક રોક લગાવી જોઇએ. હાઇકોર્ટે આ વાતને સહમંતિ જાહેર કરીને હાલની સ્થિતીમાં રોક લગાવી દીધી છે.

અરજદારે એવુ પણ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ કયા નિયમ અનુસાર આરક્ષણ આપેલ છે. એ જાહેર કર્યુ નથી. દિલ્હી  વિદ્યાર્થીસભાએ ૫૦ ટકા આરક્ષણ વખતે કોઇ કાયદો બનાવેલ નથી.

આ મામલામાં અરજદારે ઓ.બી.સીને ૨૨ ટકા અને ઇ  ડબ્લ્યુ એસ શ્રૈણીને ૧૦ ટકા આરક્ષણ આપવા અંગે ચુનોતિ આપી છે હાઇકોર્ટે પણ કહ્યું હતું કે, સામાન્ય વર્ગ માટે સીટો ઓછી થઇ રહી છે.

(12:44 pm IST)