Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

ચટણી, અથાણા, પાપડ બનાવનારને મળશે ૧૦ લાખની મદદ

આત્મનિર્ભર ભારત માટે ૧૦ હજાર કરોડની યોજનાની શરૂઆત

નવી દિલ્હી, તા., ૩૦: ફુડ પ્રોસેસીંગ સેકટરમાં આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે મોદી સરકાર બે લાખ માઇક્રો એકમોને નાણાકીય સહાય આપશકે. જેથી તે પોતાનો ધંધો વધારી શકે અને એક મોટી બ્રાંડના રૂપમાં પોતાને સ્થાપીત કરી શકે. ફુડ પ્રોસેસીંગ પ્રધાન હરસિમરત કૌર બાદલે એક ઓન લાઇન કાર્યક્રમમાં ૧૦૦૦૦ કરોડ રૂપીયાની પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યમ ઔપચારીકણ યોજનાની ગઇકાલે શરૂઆત કરી તેમણે જણાવ્યું કે દેશમાં રપ લાખથી વધારે માઇક્રો ફુડ પ્રોસેસીંગ યુનીટો છે. તેમાં ૮૦ ટકા પારીવારીક ઉદ્યમથી ચાલી રહયા છે. જેમાં પરીવારના સભ્યો મળીને ચટણી, અથાણા, પાપડ, બરી, જેવી ચીજો બનાવે છે યોજના હેઠળ આ એકમોને ભંડોળ ઉપલબ્ધ કરાવીને તેમને લોકલ બ્રાંડની સાથેસાથે ગ્લોબલ બ્રાંડ બનાવવામાં મદદ કરવામાં આવશે.

કૌરે જણાવ્યું કે દરેક એકમને તેમની પરીયોજનાના ખર્ચના ૩પ ટકા સુધીની મદદ આપવામાં આવશે જેની મહતમ મર્યાદા ૧૦ લાખની રહેશે. તેમાંથી ૬૦ ટકા રકમ કેન્દ્ર અને ૪૦ ટકા રકમ રાજય સરકાર ચુકવશે. પહાડી અને પુર્વોતર રાજયો માટે ૯૦ ટકા રકમ કેન્દ્ર સરકાર આપશે. સ્વયં સહાયતા સમુહોને દરેક સભ્ય દીઠ વધુમાં વધુ ૪૦ હજાર રૂપીયાની મદદ અપાશે. તેમને ઉત્પાદનોના સારા પેકીંગ, લાઇસન્સ મેળવવા, મશીનો લગાવવા, બેંક લોન લેવા અને ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવામાં  પણ મદદ કરાશે.

(11:45 am IST)