Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

નાયબ મુખ્યમંત્રીની અકિલા સાથે વાતચીત : કેન્દ્રની ગાઇડ લાઇનનો અભ્યાસ

સરકાર વેપાર-ધંધાનો સમય વધારવાની દિશામાં, રાત સુધીમાં જાહેરાત : નીતિન પટેલ

રાજકોટ, તા. ૩૦ :  ભારત સરકારે આવતીકાલથી શરૂ થઇ રહેલ અનલોક-ર - સંદર્ભે ગઇકાલે રાત્રે ગાઇડલાઇન જાહેર કરી છે તેને અનુરૂપ છુટછાટ આપવા રાજય સરકાર દ્વારા તૈયારી થઇ રહી છે. હાલ દુકાનો સહિત વેપાર-ધંધા ચાલુ રાખવાની સાંજના ૭ સુધીની મર્યાદા છે તેમાં વધારાની સંભાવના છે. કેન્દ્રએ કફર્યુનો સમય રાત્રે ૯ થી સવારે પ ને બદલે રાત્રે ૧૦ થી પ નો કરતા વધારાની ૧ કલાકનો લાભ રાજયના વેપાર-ધંધાને મળે તેવી  રાજય સરકારની ગણતરી દેખાય છે. સાંજે ૭ ને બદલે રાત્રે ૮ અથવા ૯ વાગ્યા સુધીની છુટછાટ અપાઇ તેવા એંધાણ છે.  દરમિયાન આજે સવારે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે કેન્દ્રની ગાઇડલાઇન ગઇ મોડી રાત્રે જાહેર થઇ છે. રાજય સરકાર તેનો અભ્યાસ કરી રહી છે. આ ગાઇડલાઇનને અનુરૂપ વેપાર-ધંધા અને જનજીવનમાં વધુ છુટછાટ આપવાની રાજય સરકારની ગણતરી છે. રાત સુધીમાં રાજય સરકારનો નિર્ણય જાહેર થઇ જશે.

(11:30 am IST)