Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

યુકેના લેસ્ટરમાં લોકડાઉન બે સપ્તાહ લંબાવાયુ

જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો બંધ રહેશેઃ ૨જી જુલાઈથી શાળાઓ પણ બંધઃ લોકોને ઘરમાં જ રહેવા અનુરોધઃ બે મીટરનું સોશ્યલ ડીસ્ટન્સ રાખવા સૂચના

લંડન, તા. ૨૯ :. કોરોના મહામારીના કેસો બહાર આવતા આજથી બે સપ્તાહ માટે યુકેના લેસ્ટરમાં લોકડાઉન રહેશે. જીવન જરૂરીયાત સિવાયની તમામ દુકાનો પણ બંધ રહેશે. આનો અર્થ એ થયો કે શહેરના બાર, રેસ્ટોરન્ટ વગેરે અગાઉ જાહેર થયા મુજબ ૪થી જુલાઈના રોજ ખુલશે નહિ અને જે દુકાનોને ૧૫ જૂનથી ખુલવાની મંજુરી આપવામાં આવી હતી તે આજથી ફરી બંધ રહેશે.

તમામ શાળાઓ પણ ૨જી જુલાઈથી અનિશ્ચિત મુદત માટે બંધ રહેશે. આજે વધુ વિગતો બહાર પાડવામાં આવશે. છેલ્લા બે સપ્તાહમાં લેસ્ટરમાં કોરોના મહામારીના કેસ બહાર આવતા સરકારે આ નિર્ણય લીધો છે. લોકડાઉનની સમીક્ષા બે સપ્તાહ બાદ કરવામાં આવશે.

સીટી મેયર સર પીટર સોલ્સબાય હેલ્થ સેક્રેટરી હેનકોકને મળ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે લોકડાઉન સમગ્ર શહેર અને આસપાસના વિસ્તારોમાં લાગુ પડશે. લોકોને ઘરમા રહેવા તાકીદ કરવામાં આવી છે. લોકોને બે મીટરનુ સોશ્યલ ડીસ્ટન્સ રાખવા પણ જણાવાયુ છે.

લેસ્ટર સીટીમાં આ લોકડાઉન બે સપ્તાહ માટે લાગુ કરવામાં આવ્યુ છે.

(10:07 am IST)