Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

રૂસમાં ૭૬ ટકા લોકોએ કર્યું બંધારણના સુધારાને સમર્થન ર૦૩૬ સુધી રાષ્ટ્રપતિ બની રહેશે પુતિન

મોસ્કોઃ રૂસની સરકારી સર્વેક્ષણ એજન્સીએ કહ્યું કે એમના  એગ્ઝિટ પોલથી ખ્યાલ આવ્યો કે ૭૬ ટકા લોકોએ સુધારાના સમર્થનમાં મતદાન કર્યું છે. જો આ સુધારાને મંજુરી મળી જશે તો રાષ્ટ્રપતિ પુતિન વર્ષ ર૦૩૬ સુધી રાષ્ટ્રપતિ પદ પર બન્યા રહેવાનો રસ્તો સ્પષ્ટ થઇ જશે.

બંધારણીય સુધારા પર મતદાનની પ્રક્રિયા રપ જૂનના શરૂ થઇ હતી જયારે પુતિનના આલોચકોનું કહેવું છે કે વોટિંગ પ્રક્રિયા માત્ર દેખાડો છે.

(12:15 am IST)
  • એક નવો ચીની ખતરો : ચીનના વૈજ્ઞાનિકોએ ફ્લૂના જેવો જ એક નવો વાયરસ શોધ્યો છે જે કોરોના વાયરસની જેમ મહામારીનું રૂપ ધારણ કરી શકે છે. આ વાયરસ G4 EA H1N1ના નામથી ઓળખાય છે. આ ફ્લૂનો વાયરસ ભૂંડમાંથી મળ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે તે માણસોને પણ સંક્રમિત કરી શકે છે. શોધકર્તાઓને ડર છે કે આ નવો વાયરસ અને વધારે મ્યૂટેટ થઈને સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઈ શકે છે. access_time 9:03 am IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિવૃત્ત થયેલા ૪૦ કર્મચારીઓ- અધિકારીઓની સેવા લેવી કે નહીં ? ૧૦મીએ સિન્ડીકેટમાં ફેંસલો access_time 3:50 pm IST

  • વસવાટ હોય તેવી સુપર-પૃથ્વીની શોધ : ૧૧ અબજ પ્રકાશ વર્ષ દુર આવેલ ''સુપર-પૃથ્વીઓ''ની વૈજ્ઞાનિકોએ શોધ કરી છે, જયાં વસવાટ હોવાની શકયતા access_time 3:53 pm IST