Gujarati News

Gujarati News

News of Tuesday, 30th June 2020

યુએસ પ્રમુખ ટ્રમ્પની ધરપકડ માટે ઈરાને વોરન્ટ ઈશ્યૂ કર્યું

કોરોના સામે લડી રહેલા પ્રમુખ પર વધુ એક આફત : ઈન્ટરપોલની મદદ માગી, આતંકવાદના આરોપ મૂક્યા, ટ્રમ્પની સાથે ડઝન અમેરિકી નેતા સામે પણ વોરંટ જારી

તહેરાન, તા. ૨૯ : ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધે તેવા એક ઘટનાક્રમમાં તહેરાને સોમવારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ધરપકડનું વોરંટ ઈશ્યૂ કર્યું છે. ટ્રમ્પની સાથે ડઝન અમેરિકી નેતાઓ સામે પણ આ પ્રકારનું વોરંટ કાઢવામાં આવ્યું છે. બગદાદમાં આ વર્ષે ડ્રોન હુમલામાં કેટલાક ઈરાની ઓફિસરોની હત્યાના કેસમાં આ વોરંટ કાઢવામાં આવ્યું છે. ઈરાને આ માટે ઈન્ટરપોલને મદદ કરવા માટે વિનંતી કરી છે. ઈરાનના આ ઓર્ડરથી ટ્રમ્પની ધરપકડ થઈ શકવાની નથી પણ નિષ્ણાતો માને છે કે આ ઘટનાક્રમને પગલે બંને દેશો વચ્ચે ફરી એકવાર તનાવપૂર્ણ સંબંધો શરૂ થઈ જશે. ટ્રમ્પે ઓબામા વહીવટીતંત્રએ ઈરાન સાથે પરમાણુ સંધિ કરી હતી તેને એકતરફી રીતે પાછી ખેંચી લીધી ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધો તંગ છે. એટલું જ નહીં, અમેરિકાએ બગદાદ એરપોર્ટની બહાર ઈરાનના રોયલ ગાર્ડના અધિકારીને ડ્રોન હુમલાથી ખતમ કરી નાંખ્યો તે પછી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે.

              અમેરિકામાં નવેમ્બર મહિનામાં ચૂંટણી આવી રહી છે તેથી ટ્રમ્પ ઈરાન સાથેના ઘર્ષણનો ફાયદો લેવા માગે છે.તહેરાનના પ્રોસીક્યુટર અલી અલકાસિમીરે કહ્યું કે, ટ્રમ્પ અને અન્ય ૩૦ વયક્તિ સામે ઈરાનમાં આ વર્ષે ત્રીજી જાન્યુઆરીએ જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં આતંકવાદ સંબંધી ગુનો નોંધ્યો છે. જનરલ કાસીમ સુલૈમાનીની બગદાદમાં અમેરિકાએ કરેલી હત્યા આતંકવાદની ઘટના છે, તેમ ઈસના ન્યૂઝ એન્જસીએ જણાવ્યું હતું. પ્રોસીક્યુટરે કહ્યુંકે, તેઓ ટ્રમ્પ સિવાયના બાકીના ૩૦ જણને ઓળખતા નથી પણ જ્યાં સુધી આ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં નહીં આવે ત્યાં સુધી ઈરાન જંપીને બેસશે નહીં. ફ્રાન્સ સ્થિત લિયોનમાં જેની હેડ ઓફિસ આવેલી છે તેને પણ ટ્રમ્પની ધરપકડ માટે મદદની વિનંતી કરી દેવામાં આવી છે. અલકાસિમીરે કહ્યું કે, ટ્રમ્પ અને અન્ય અમેરિકીઓ સામે રેડ નોટિસ કાઢવામાં આવી જે સૌથી ગંભીર બાબત દર્શાવે છે. ઈન્ટરપોલને આ અંગે વિનંતી મળી હશે તો તેના અધિકારીઓ મિટિંગ બોલાવશે અને તે અંગેની ચર્ચા કરીને આગળ વિચારણા કરશે. જોકે, ટ્રમ્પની ધરપકડ થાય તેવી કોઈ શક્યતા નથી, તેમ નિષ્ણાતો કહે છે.

(12:00 am IST)
  • પ્રાંતિજમાં કોરોનના વધુ ચાર કેસ પોઝિટિવ નોંધાયા:હોરવાર ૭૮ વર્ષીય વૃદ્ધા, દેસાઈની પોળ ૪૫ વર્ષીય મહિલા,શેક મોહલ્લામાં ૭૧ વર્ષીય વૃદ્ધા અને પ્રાંતિજ તાલુકાના સોનાસણ ૨૪ વર્ષીય પુરુષને કોરોના વળગ્યો access_time 9:54 pm IST

  • આઈસીસીની એલીટ પેનલમાં સમાવેશ થનાર ભારતના યંગેસ્ટ અમ્પાયર નીતિન મેનન : ૩૬ વર્ષના નીતિન મેનનને ત્રણ ટેસ્ટ, ૨૪ વન-ડે અને ૧૬ ટી૨૦નો અનુભવ છે access_time 3:04 pm IST

  • " હર ઘર જલ " : ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં પાણીની તંગી હવે ભૂતકાળ બની જશે : મુખ્યમંત્રી યોગીએ દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું પાણી મળી રહે તે માટે ' જલ જીવન યોજનાનો શુભારંભ કર્યો : 2185 કરોડ રૂપિયાના ખર્ચે પાઇપ લાઈન નાખવાની કામગીરી શરૂ કરાવી access_time 8:24 pm IST