Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

લોકસભા - વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજી શકાય

કાયદા મંત્રાલયે આપી લીલીઝંડી

નવી દિલ્હી તા. ૩૦ : લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવા બાબતે સરકાર ગંભીર છે. આ મુદ્દા પર વિધી આયોગનો રીપોર્ટ આવ્યા પછી સરકાર આગળ વધી શકે છે. આ દરમિયાન કાયદા મંત્રાલયે એક સાથે ચૂંટણી કરવા બાબતે સૈધ્ધાંતિક મંજુરી જાહેર કરી છે.

થોડા સમય પહેલા નીતિ આયોગે દેશમાં એક સાથે ચૂંટણી કરવાનું સૂચન કર્યું હતું. જેનો સરકારમાં ઉચ્ચસ્તરે સ્વીકાર કરાયો હતો. ચુંટણીમાં થતો ખર્ચ બચાવી શકાય અને સરકારી કામકાજને અસર ન થાય તેવો આની પાછળનો વિચાર છે. કાયદા મંત્રાલયે આ મુદ્દો એપ્રીલમાં વિધિ આયોગને સોંપી દિધો હતો જેથી તે આ બાબતના કાયદાકીય પાસા તપાસીને પોતાનો મત જાહેર કરી શકે.

હમણાં જ મંત્રાલયે વિધિ આયોગને લખેલ પત્રમાં કહેવાયું છે કે, આ પ્રસ્તાવને સૈધ્ધાંતિક મંજુરી દેવાઇ ગઇ છે તથા તેને કાર્યાન્વિત કરવા માટે એક સર્વસ્વીકાર્ય પ્રક્રિયા નક્કી કરવાની જરૂરી છે.(૨૧.૧૩)

ત્રણ મુશ્કેલીઓ

. અલગ અલગ ચૂંટણીથી સરકારી ખર્ચ વધે છે

. વારંવાર આચારસંહિતા લાગવાથી સરકારી કામો રોકાય છે

. સુરક્ષા દળોને ડયુટી પર લગાડવાથી બીજા કામોને અસર થાય છે

ત્રણ પડકારો

. બધા રાજકીય પક્ષોની સર્વસંમતિ

. રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ એક સાથે કેવી રીતે કરવો?

. જો કોઇ સરકાર વચ્ચેથી ખડી પડે તો શું કરવું?

(11:41 am IST)