Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

સાવધાન : ૩૧ જુલાઇ સુધીમાં ITR નહીં ભરો તો થશે કેવું નુકસાન?

લાખે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી : પેનલ્ટી સાથે વ્યાજ પણ ભરવું પડશે

નવી દિલ્હી તા. ૩૦ : જો તમે બેંક લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો પાછળના વર્ષોના આઈટી રિટર્ન તમારા કામમાં આવી શકે છે. આઈટી રીટર્ન ભરવાનીઆ વર્ષની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ ૨૦૧૮ જાહેર કરવામાં આવી છે. જો તમે આ તારીખ સુધીમાં આઈટી રિટર્ન ફાઈલ નહીં કરો તો તમારે બે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

જો તમે ૩૧ જુલાઈ ૨૦૧૮ સુધીમાં રિટર્ન નહીં ભરો તો પહેલા તો તમારે પેનલ્ટી ભરવી પડશે. ITR ફાઈલ ન કરવાની પેનલ્ટી અલગ અલગ હોઈ શકે છે. આ પેનલ્ટી ઈન્કમટેકસની કલમ 234F અંતર્ગત લેવામાં આવશે.

જો તમારી આવક ૫ લાખથી ઓછી છે અને તમે ITR ફાઈલ નથી કર્યું તો તમારે ૧૦૦૦ રૂપિયાની પેનલ્ટી આપવી પડશે. ૫ લાખથી વધુ આવક હોય તો ૩૧ જૂલાઈ બાદ ૫૦૦૦ રૂપિયા પેનલ્ટી આપવી પડશે. જો તમે ITR ૧ જાન્યુઆરીથી ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીમાં ભરો છો તો તમારે ૧૦,૦૦૦ રૂપિયાની પેનલ્ટી આપવી પડશે.

પેનલ્ટી સાથે વ્યાજ પણ વસૂલવામાં આવશે. જે ૧ ટકા હોય છે. દા.ત. જો તમારે ૧૧,૦૦૦ રૂપિયા ટેકસ ભરવાનો છે તો તમારે તેના એક ટકા એટલે કે ૧૧૦ રૂપિયા વ્યાજ પણ આપવું પડશે.(૨૧.૩)

(10:37 am IST)