Gujarati News

Gujarati News

News of Saturday, 30th June 2018

વિશ્વના સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં દિલ્હીનું ઈન્દિરા ગાંધી એરપોર્ટ 16માં ક્રમે

 

નવી દિલ્હી :એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા વિશ્વના 1,200 એરપોર્ટ અંગે અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટની જાણકારી અપાઈ છે વર્ષિક રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે, એટલાન્ટા હાર્ટ્સફીલડ્-જેક્સન એરપોર્ટને વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. જ્યારે દિલ્હીનું ઈન્દિરા ગાંધી એરપોર્ટ વિશ્વનું 16મું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ છે. ગયા વર્ષે દિલ્હી એરપોર્ટ 22માં ક્રમાંકે હતુ.

(12:00 am IST)