Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

હવે કોમન સેન્‍ટ્રલ સેક્રેટીએટ-નવા પીએમ હાઉસ પર થશે ફોક્‍સ

સેન્‍ટ્રલ વિસ્‍ટા પ્રોજેક્‍ટ હેઠળ વાઇસ પ્રેસિડેન્‍ટ એન્‍કલેવ અને એમપી ચેમ્‍બર સહિત બીજા ભવનોના કામમાં તેજી

નવી દિલ્‍હી તા. ૩૦ : સંસદના નવા ભવનના ઉદઘાટન બાદ સરકારનું ફોક્‍સ હવે સેન્‍ટ્રલ વિસ્‍ટા પ્રોજક્‍ટᅠહેઠળ બનતીᅠઅન્‍ય ઇમારતો પર છે. તેમાં વાઇસ પ્રેસિડન્‍ટ એન્‍કલેવ, કોમન સેન્‍ટ્રલ સેક્રેટેરિએટ, ડિફેન્‍સ એન્‍કલેવ, એમપી ચેમ્‍બર અને નવા પ્રધાનમંત્રી આવાસ તથા કાર્યાલય સામેલ છે.

આવાસ તેમજ શેરી મામલાના મંત્રાલય હેઠળ સીપીડબ્‍લ્‍યુᅠવિભાગ આ યોજના હેઠળ ઇમારતોનું નિર્માણ કરાવી રહ્યું છે. આ ઇમારતોનાᅠનિર્માણ પર ૧૧૮૯ કરોડ રૂપિયાનાᅠખર્ચનુંᅠઅનુમાન છે. કંપનીનેᅠઆ ભવનોનોᅠકરાર ગયા વર્ષે નવેમ્‍બરમાં આપવામાં આવ્‍યો હતો. તેનું નિર્માણ ૨૪ મહિનામાં પૂરૂં થવાની આશા છે. કોમન સેન્‍ટ્રલ સેક્રેટીએટᅠહેઠળ ૧૦ ઇમારતો નિર્માણ કરવામાં આવશે.

એક્‍ઝિક્‍યુટિવ એન્‍કલેવનુંᅠનિર્માણ સાઉથ બ્‍લોકનાᅠદક્ષિણ બાજુ હશે. ઇન્‍ડિયા હાઉસનોᅠઉપયોગ હૈદરાબાદ હાઉસ ની જેમ હશે. હૈદરાબાદ હાઉસમાં વિદેશીᅠમેહમાનોᅠઅને રાષ્ટ્રાધ્‍યક્ષોનીᅠસાથે દ્વિપક્ષિયᅠબેઠક હોય છે. લાર્સન તેમજ ટુબ્રો કોમન સેન્‍ટ્રલ સેક્રેટેરિએટનીᅠપ્રથમ ત્રણ ઇમારતોનું પણ નિર્માણ કરી રહી છે. કંપનીએᅠ૩૧૪૨ કરોડ રૂપિયામાં કરાર કર્યો હતો.

ᅠ ᅠરિપોર્ટના જણાવ્‍યા મુજબ, સરકારના અનેક કાર્યાલય ભાડાની ઇમારતોમાં છે. તેના પર વર્ષના ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ થાય છે. કોમન સેન્‍ટ્રલ સેક્રેટીએટનું નિર્માણ થયા બાદ તે ખર્ચ બચશે. કોમન સેન્‍ટ્રલ સેક્રેટીએટનેᅠજગ્‍યા આપવા માટે શાસ્રી ભવન, ઉદ્યોગ ભવન, નિર્માણ ભવન અને રેલ ભવન સહિત અન્‍ય ભવનોનેᅠતોડી પડાશે

(5:23 pm IST)