Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

ચેન્નાઇ સુપર કિંગ્સ IPL 2023 ચેમ્પિયન :દિલધડક ફાઇનલમાં અંતિમ દડે જાડેજાએ વિનિંગ ચોક્કો ફટકાર્યો: ગુજરાત ટાઇન્ટ્સનું સ્વપ્નું રોળાયું

વરસાદના વિઘ્ન વચ્ચે તોફાની બેટિંગથી મેદાનમાં રનનુ રમખાણ સર્જાયું : ગુજરાત વતી સુદર્શન અને સાહાની ઝંઝાવાતી બેટિંગ બાદ વરસાદ વરસતા 15 ઓવરમાં ચેન્નાઈને 171 રનનો ટાર્ગેટ હતો

અમદાવાદ : આઇપીએલમાં પાંચમી વાર ચેન્નાઈ સુપર કિંગ્સ ચેમ્પિયન બન્યુ છે. IPL 2023 Final ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સોમવારે રિઝર્વ ડે પર રમાઈ હતી. રવિવારે વરસાદને લઈ મેચને રિઝર્વ ડે પર રમવી પડી હતી. સોમવારે પણ વરસાદનુ વિઘ્ન ફાઈનલ મેચમાં નડ્યુ હતુ. વરસાદને લઈ મેચ બે કલાકથી વધુ સમય માટે રોકવાની ફરજ પડી હતી. વરસાદ બાદ મેચ ફરી શરુ થતા 5 ઓવર ઘટાડવામાં આવી હતી. આમ ટાર્ગેટ પણ નવુ ચેન્નાઈ સામે રાખવામાં આવ્યુ હતુ. ચેન્નાઈને 215 રનના બદલે 171 રનુ આપવામાં આવ્યુ હતુ. ચેન્નાઇ સુપર કિંગ્સએ જીત હાંસલ કરી ટ્રોફી પોતાને નામ કરી હતી. આ મેચનો હીરો રવિન્દ્ર જાડેજા રહ્યો હતો.

  .ચેન્નાઈ સુપરકિંગ્સની પહેલી વિકેટ ઋતુરાજ ગાયકવાડના રૂપમાં ખડી હતી. જેમાં ઋતુરાજ 26(16) બનાવી આઉટ થયો હતો. બાદમાં ચેનનાઈનીં ટીમ પુરી ખીલી હતી. જેમાં અંબાતી રાયડુએ મેચમાં જીવ પુરી દીધા હતા.

  આઇપીએલ 2023ની ફાઇનલ મેચ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ છે. ફાઇનલમાં કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 214 રન કર્યાં હતા જેમાં સૌથી વધારે સાંઈ સુદર્શને 96 રન કર્યાં હતા. 215 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઇ સુપર કિંગ્સની પ્રથમ ઓવરમા જ વરસાદ આવી જતા મેચ રોકી દેવાની નોબત આવી હતી. બાદમાં 12: 10 વાગ્યે મેચ શરૂ થઈ હતી. અગાઉ ગુજરાતે પહેલા 215 રનનો ટાર્ગેટ હતો. જોકે વરસાદને કારણે મેચ રોકવામાં આવતા મેચ 12:10 પર ફરી શરૂ થયો હતો. જે 15 ઓવરનો કરાયો હતો. જેમાં   ચેન્નાઈને 171 રનો ટાર્ગેટ મળ્યો હતો.

(1:46 am IST)