Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વિયેતનામમાં ૯.૭ કરોડની વસતી છતાં એકપણ મોત નહીં

મહામારીના શરૂઆતના તબક્કાથી જ તાળાબંધી કરી : ચીનની સરહદ સાથે જોડાયેલા દેશે પ્રથમ કેસ આવતાંની સાથે જ બધા ચીની નાગરિકોના વીઝા રદ કરી દીધા હતા

હનોઈ, તા. ૩૦ : કોરોના મહામારી જ્યાં દુનિયાના મોટાભાગના દેશો માટે પડકાર બની ચૂકી છે, ત્યાં ચીનની સરહદ સાથે જોડાયેલા વિયેતનામમાં કોરોના સંક્રમણથી એકપણ વ્યક્તિની મોત થઇ નથી. કોરોના મહામારી વિરુદ્ધ વિયેતનામની રણનીતિ માટે આખી દુનિયા તેની પ્રશંસા કરી રહી છે, દેશની વસતી . કરોડની આસપાસ છે એમ છતા શનિવાર સુધી અહીં કોરોના સંક્રમણના કુલ ૩૨૮ કેસ સામે આવ્યા છે. વિયતનામની વસતીનો મોટો હિસ્સો સામાન્ય વર્ગમાં આવે છે અને અહીંની સ્વાસ્થ સેવા પણ દુનિયાના સંપન્ન દેશો જેવી નથી, વિશ્વ બેન્ક મુજબ વિયેતનામમાં દર ૧૦ હજાર લોકો માટે માત્ર ડોક્ટર છે, દક્ષિણ કોરિયામાં પ્રમાણ ૨૪ ડોક્ટર્સનુ છે. કોરોના મહામારી સામે વિયતનામ માટે સૌથી લાભદાયક પરિબફ્ર શરુઆતના તબક્કેથી સરકારની સક્રિયતા હતી.

          કોરોના મહામારીના શરુના તબક્કે વિયેતનામે ત્રણ અઠવાડિયાનુ કડક લોકડાઉન લાગુ કરી અન્ય દેશોના નાગરિકોની અવર-જવર બંધ કરી દીધી હતી. વર્તમાન સમયમાં વિયેતનામમાં સામાન્ય સ્થિતિનું નિર્માણ થઇ રહ્યુ છે અને દેશમાં લોકજીવન સામાન્ય કરવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વિયેતનામ, ચીનની સરહદ સાથે જોડાયેલો દેશ છે, અહીં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવતા સરકારે જોખમ લેતા તમામ સરહદો બંધ કરી દીધી. દેશના સ્વસ્છતા અને મહામારી વિભાગના પ્રમુખ મુજબ સરકારે કોરોના મહામારી માટે ઉઁર્ંની ગાઇડલાઇન આવે પહેલા દેશવાસીઓમાં જાગરુકતા ફેલાવાનું અભિયાન શરુ કરી દીધું હતું. વિયેતનામે જાન્યુઆરીના અંતથી હેનોઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ થર્મલ સ્ક્રીનિંગ ફરજીયાત કર્યુ હતું.

         ૨૩ જાન્યુઆરીએ દેશમાં પહેલો કોરોના સંક્રમણનો કેસ સામે આવતા વિયતનામે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. વડાપ્રધાને કોરોના સંક્રમણને રોકવા માટે એક રાષ્ટ્રીય સંચાલન સમિતિની રચના કરી હતી. વિયતનામ સરકારે પહેલી ફેબ્રુઆરીએ કોરોના સંક્રમણને રાષ્ટ્રીય મહામારી જાહેર કરી, ખાસ કરીને ચીનના નાગરિકો પર દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદ્યો હતો. ગરીબ દેશ હોવા છતાં વિયેતનામે કોરોના ટેસ્ટ માટે સસ્તી ટેસ્ટ કીટને વિકસિત કરી હતી, જે લોકો કોરોના પોઝિટીવ મફ્રી આવતાં એમના સંપર્કમાં આવેલા તમામનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો હતો. અહીં લોકોને બફ્રજબરીથી ૧૪ દિવસના કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. સ્વાસ્થ સેવાઓ અને મોંઘા ઉપકરણોના અભાવથી પરિચિત વિયતનામ સરકારે શરુઆતથી લોક જાગુરકતાના અભિયાન શરુ કરી દીધા હતા. સરકારે સોશિયલ મીડિયા, પોસ્ટર્સ જેવા માધ્યમથી લોકોને કોરોના સંક્રમણથી બચવાના ઉપાયોથી અવગત કરાવ્યા હતા.

(8:10 pm IST)