Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

ફેસબુક સત્યની મધ્યસ્થતા નથી કરતુઃ ઝુકરબર્ગ

કેલીફોર્નીયાઃ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટવીટર ઉપર ચાલી રહેલ તનાતની વચ્ચે ફેસબુકના સંસ્થાપક ઝુકરબર્ગનું એક નિવેદન આવ્યુ છે. જેમાં તેમની કંપની ફેસબુક સત્યની મધ્યસ્થતા નથી કરતી હોવાનું જણાવેલ. એક ઇન્ટરવ્યુમાં માર્ક ઝુકરબર્ગે જણાવેલ કે, મારૂ દ્રઢતાથી એવુ માનવું છે કે ફેસબુક સત્યની મધ્યસ્થતા નથી કરતુ જે વાતો લોકો ઓનલાઇન કહે છે. પ્રાઇવેટ કંપનીઓએ ન પણ હોવું જોઇએ. ખાસ કરીને આ રીતના પ્લેટફોર્મ કંપનીઓ તે એવું કરવાની સ્થિતિમાં ન હોવી જોઇએ. ૨૦૧૭માં ટ્રમ્પે ફેસબુક ઉપર પોતાનો વિરોધ પ્રચાર કરવાનો આરોપ લગાડેલ. જો કે ઝુકરબર્ગે તેના કસકસતો જવાબ આપેલ.

(2:39 pm IST)