Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે અથડામણ

જમ્મુ,તા.૩૦: દક્ષિણ કાશ્મીરમાં કુલગામ જીલ્લાના કિમોહ વંપોરા વિસ્તારમાં તલાશી અભિયાન દરમ્યાન આતંકવાદીઓએ સુરક્ષા દળો ઉપર હુમલો કર્યો હતો. ત્યારે પછી બન્ને તરફથી ગોળીબાર ચાલુ થઇ ગયો હતો જે સમાચાર મળ્યા ત્યાં સુધી ચાલુ જ હતો.

મળી રહેલા સમાચારો અનુસાર, સુરક્ષાદળોએ ૨ થી ૩ આંતકીવાદીઓને ઘેરી લીધા છે. ત્યારે પથ્થરબાજો પણ ભેગા થવા લાગ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ જે મકાનમાં સંતાયા છે ત્યાં કોઇ નાગરિક ફસાયેલા છે કે નહીં તેની માહિતી નથી.

(12:55 pm IST)