Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

દિલ્હી-એનસીઆરમાં વરસાદઃ ઉત્તર ભારત સહિત ૯ રાજયોમાં ૨૪ કલાકમાં આંધી-તોફાન સાથે વરસાદની ચેતવણી

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હી-એનસીઆરમાં ગત મોડી સાંજે જોરદાર આંધી સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. લોકોએ ભીષણ ગરમીમાં રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ગરમી પડી રહી છે.

ભારતીય હવામાન વિભાગે ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં શુક્રવારે જોરદાર પવન ફુંકાવાથી વરસાદી મોસમનો મિજાજ બદલાવવામાં મદદરૂપ થશે  તેવી આગાહી કરેલ. હવામાન ખાતાના ક્ષેત્રીય પૂર્વનુમાન કેન્દ્રના વડા શ્રીવાસ્તવ મુજબ આ બદલાવ નિચેના સ્તર પર નવા વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ અને પૂર્વીય હવાઓના કારણે જોવા મળેલ.

હવામાન ખાતા મુજબ વેસ્ટર્ન ડિર્સ્ટબન્સ સક્રિય થવાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં હજી કેટલાક દિવસ મૌસમમાં બદલાવ જોવા મળશે. દિલ્હી-એનસીઆરમાં ગુરૂવાર રાતથી જ આકાશમાં વાદળો છવાયેલ. હવામાન ખાતાએ પણ દિલ્હીમાં હળવા વરસાદનો વરતારો આપેલ. હવામાન વિભાગે ૨૪ કલાકમાં પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્થાન, બિહાર, ઝારખંડ, દિલ્હી અને પં.બંગાળ સહિત ઉત્તર ભારતના રાજયોમાં આંધી-તોફાન સાથે વરસાદની ચેતવણી આપી છે.

(12:54 pm IST)