Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

૧લીથી જીમ-ફિટનેસ ફરી શરૂ થવાના એંધાણ

WHOના સર્વે મુજબ જે દેશના લોકો બેઠાડુ જીવન જીવતા હોય, બોડી માસ ઇન્ડેસ્ક(BMI) ૨૫થી ઓછું હોય અને રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેમને કોરોનાનું સંક્રમણ વધુ થયું છે : જીમમાં કસરત કરનારા કે ફિટનેસ પ્રત્યે જાગૃત હોય તેવા લોકો માટે કોરોના સામે ઝીંક ઝીલવાની ક્ષમતા વધે તેવી શકયતાને પગલે ફિટનેસ ઇન્ડસ્ટ્રીને આશા ઉજળી દેખાવા માંડી

મુંબઇ, તા.૩૦: કોરાનાને લીધે લદાયેલા લોકડાઉન પછી જનજીવન પાટે ચઢવાની શરૂઆત કરે ત્યારે જીમ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીને માટે સારા દિવસો શરૂ થાય તેવી આશા સેવાય રહી છે. કેમકે, તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા કરવામાં આવેલા સર્વેમાં એક મહત્વની બહાર આવી છે કે, જે દેશના લોકોમાં બેઠાડુ જીવન જીવવવાની ટેવ હોય, સ્ટ્રેસ-ચિંતા-તાણનું પ્રમાણ વધુ હોય અને ગ્પ્ત્ (બોડી માસ ઈન્ડેક્ષ) ૨૫થી ઓછું હોય તેવા લોકોને કોરોના થવાનું પ્રમાણ વધી જાય છે. દેશમાં છેલ્લા ૬૦થી દિવસથી જીમ ઇન્ડસ્ટ્રી બંધ છે. મોટાભાગના લોકો ફિટનેશ માટે જીમ ચાલુ કરવાની તરફેણ કરી રહ્યા છે. ચોથુ લોકડાઉન પૂરુ થાય ત્યારબાદ આવનારા દિવસોમાં જીમ ઇન્ડસ્ટ્રી માટે કેવા પડકારો લઈને આવે છે તે જોવાનું મહત્વનું છે, પરંતુ જો જીમ ખોલવા માટે ગ્રીન સિગ્નલ જો મળે તો ફિટનેસ ઇન્ડસ્ટ્રી માટે અચ્છેદિન આવી શકે તેવી શકયતા ઉજળી બની છે.

લોકડાઉન હળવું થયું છે પરંતુ જીમ ચાલુ કરવામાં આવ્યા નથી. જો જીમ ચાલુ કરવામાં આવે તો પણ આગામી ૧૦ અઠવાડિયા સુધી નવી રેવન્યુ જનરેટ થઈ શકશે કે કેમ? તે અંગે સુરતના જીમ સંચાલકો વિમાસણમાં મુકાયા છે. તાજેતરમાં જીમ ઓનર્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા પણ રાજયના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જીમ સંચાલકો દ્વારા માસિક ભાડુ, ઈલેકટ્રીસિટી અને પ્રોપર્ટી ટેકસમાં રાહત તેમજ લોન ચાલતી હોય તેને મોરેટોરિયમ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સુરતના જિમનેશનના સંચાલક હર્ષલ પાટીલ કહે છે કે, લોકો જિમ ખોલવાની તરફેણ કરે છે અને ઇમ્યુનીટી વધારવાની વાત કરે છે. જોકે, રાતો રાત ઇમ્યુનિટી વધી જતી નથી. તેના માટે વર્ષો જીમમાં કાઢવા પડે છે. જીમથી ફિટનેશ વધે છે, વધતી ચરબી ઉપર કંટ્રોલ મેળવી શકાય છે. આપોઆપ એન્ટી બોડી ડેવલપ થાય છે. વિશ્વમાં જે દેશોમાં સૌથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે તે અંગે જોવામાં આવે તો જે દેશોમાં લોકો બેઠાડુ જીવન જીવે છે અને ઇમ્યુનીટી ઓછી છે ત્યાં કેસો વધુ નોંધાયા છે.

(11:31 am IST)