Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

૬૭ કરોડ ભારતીયો આવી શકે છે કોરોનાની ઝપટમાં

કોરોનાના દર્દીઓ માટે અત્યારે દેશમાં એક લાખ ત્રીસ હજાર બેડ

નવી દિલ્હી તા. ૩૦: નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યુરો સાયન્સના ડોકટરોનું માનવું છે કે ચોથા લોકડાઉન પછી સંક્રમણના કેસ વધુ ઝડપે વધશે અને ભારત કોમ્યુનીટી ટ્રાન્સમિશન એટલે કે સામુદાયીક સંક્રમણના દોરમાં જતું રહેશે. આ સંસ્થાનનું તો એવું પણ અનુમાન છે કે આ વર્ષે ડીસેમ્બર સુધીમાં ભારતની અડધી વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત થઇ ચૂકી હશે. તેમાંથી ૯૦ ટકા લોકોને ખબર પણ નહીં પડે કે તેમને કોરોના સંક્રમણ થઇ ચૂકયું છે કેમકે મોટા ભાગના લોકોમાં આ વાયરસના દેખાતા જ નથી, ફકત પાંચ ટકા લોકોને જ ગંભીર સ્થિતિમાં હોસ્પીટલમાં દાખલ કરાય છે. પણ ભારતમાં જો ૬૭ કરોડ લોકોમાંથી પાંચ ટકા પણ ગંભીર રીતે બીમાર પડે તો એ આંકડો ૩ કરોડ થાય છે. ભારતમાં કોરોના દર્દીઓના ઇલાજ માટે અત્યારે ૧ લાખ ત્રીસ હજાર બેડ ઉપલબ્ધ છે. પણ આગામી દિવસોમાં જેમ જેમ ગંભીર રીતે બિમાર દર્દીઓની સંખ્યા વધશે હોસ્પીટલોના બેડ ઓછા પડવા લાગશે. ઘણાં રાજયોમાં આવી પરિસ્થિતિ શરૂ થઇ પણ ગઇ છે.

(11:30 am IST)