Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

વૈશ્વિક મૃત્યુઆંક ૩,૬૭,૧૭૨ : કુલ કેસ ૬૦ લાખને પાર

૨૪ કલાકમાં બ્રાઝીલમાં ૧૧૨૪, અમેરિકામાં ૧૨૨૫, ફ્રાંસમાં ૫૨ના મોત થયા છે

વોશિંગ્ટન તા. ૩૦ : વિશ્વમાં અત્યાર સુધી ૬૦,૪૭,૬૫૬ લોકો સંક્રમિત થયા છે તેમજ ૩,૬૭,૧૭૨ મૃત્યુઆંક થયો છે તેમજ ૨૬,૭૨,૧૮૩ લોકો સ્વસ્થ થયા છે. બીજીબાજુ બ્રાઝિલમાં ૨૭,૯૪૪ના મોત થયા છે. આ આંકડો સ્પેનથી પણ વધુ છે. બ્રાઝીલમાં એક દિવસમાં ૧૧૨૪ લોકોએ જીવ ગુમાવ્યો છે તે અમેરિકા બાદ સૌથી વધુ સંક્રમિત છે ત્યાં કુલ કેસ ૧૭,૬૩,૫૩૦ થયા છે.

ફ્રાંસમાં ૨૪ કલાકમાં ૫૨ લોકોના મોત થયા છે ત્યાં મૃત્યુઆંક વધીને ૨૮,૭૧૪ થયો છે તેમજ દક્ષિણ આફ્રીકામાં માર્ચમાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યો હતો. ગઇકાલે સૌથી વધુ ૧૮૩૭ કેસ મળ્યા હતા. દેશમાં હવે સંક્રમિતોની સંખ્યા ૨૯,૨૪૦ થઇ છે. બીજીબાજુ એક દિવસમાં ૩૪ના મોત થયા છે અને મૃત્યુઆંક ૬૧૧ થયો છે.

મેકિસકોમાં ૨૪ કલાકમાં ૩૭૧ના મોત થયા છે. મૃત્યુઆંક વધીને ૯૪૧૫ થયો છે. આ દરમિયાન મેકિસકોમાં કુલ કેસની સંખ્યા ૮૪,૬૨૭ થઇ છે. ઓમાનમાં ગઇકાલે ૮૧૧ નવા કેસ સામે આવ્યા છે. સંક્રમિતોની સંખ્યા વધીને ૯૮૨૦ થઇ છે તેમજ ૪૦ના મોત થયા છે.

રશિયામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ૨૪ કલાકમાં કોરોનાના ૨૩૨ લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪૩૭૪ લોકોના મોત થયા છે.

(3:43 pm IST)