Gujarati News

Gujarati News

News of Saturday, 30th May 2020

કોરોના ફુંફાડા મારે છેઃ દેશમાં ૨૪ કલાકમાં ૭૯૬૪ નવા કેસઃ ૨૬૫ના મોતઃ દેશનો કુલ મૃત્યુઆંક ૪૯૭૧

મહારાષ્ટ્રમાં કુલ ૧૯૮૨ લોકોના મોતઃ કુલ કેસ ૬૦ હજારની નજીક

નવી દિલ્હી, તા. ૩૦ :. દેશમાં કોરોનાનો વાયરસ ફુંફાડા મારી રહ્યો છે. ૨૪ કલાકમાં દેશમાં ૭૯૬૪ નવા કેસ સામે આવ્યા છે અને ૨૬૫ લોકોના મોત થયા છે. આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૧૭૩૭૬૩ થઈ છે. જેમાંથી ૮૬૪૨૨ સક્રિય છે અને ૮૨૩૭૦ સાજા થઈ ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪૯૭૧ લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં કુલ કેસ ૫૯૫૪૬ થયા છે અને મૃત્યુઆંક ૧૯૮૨નો થયો છે.

ગુજરાતમાં કોરોનાથી ૧૫૯૩૪ લોકો સંક્રમિત છે અને ૯૮૦ લોકોના મોત થયા છે. મ.પ્રદેશમાં ૭૬૪૫ કેસ આવ્યા છે અને ૩૩૪ લોકોના મોત થયા છે. યુપીમાં ૭૨૮૪ કેસ અને ૧૯૮ લોકોના મોત થયા છે. દિલ્હીમાં કુલ કેસ ૧૭૩૮૭ છે. ગઈકાલે ૧૧૦૬ કેસ સામે આવ્યા હતા. બિહારમાં ૩૩૭૬, ઝારખંડમાં ૫૧૧ દર્દીઓ સામે આવ્યા છે.

(10:52 am IST)