Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

દિલ્હી ભાજપની વેબસાઇટ પર સાયબર હુમલો : બીફની તસવીર મૂકી લખ્યુ 'બીફ લીડરશીપ '

અનેક ટાઈટલો બદલી બીફ લખી નાખ્યું :બીફની વિવિધ તસવીરો પણ મૂકી

નવી દિલ્હી ;રાષ્ટ્રપતિ ભાવનામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી અને મંત્રી મંડળની શપથવિધી યોજાઈ રહી હતી ત્યારે બીજી બાજુ દિલ્હી ભાજપની વેબસાઇટ delhi.bjp.org પર સાયબર એટેક થયો હતો. હેકર્સે વેબસાઇટ પર ઉપસ્થિત અનેક ટાઇટલ બદલી અને ત્યા 'બીફ' લખી દીધું હતું. આ ઉપરાંત બીફની અનેક તસવીરો પણ મૂકી દીધી હતી.

  જોકે, આ સાયબર એટેક બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નહતું.

 અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં લોકસભાની તમામ સાત બેઠકો પર ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો હતો. વર્ષ 2014માં પણ ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીની તમામ બેઠકો પર કબ્જો જમાવ્યો હતો.

એક તરફ જ્યારે રાષ્ટ્રપિત ભવનમાં રાયસીના હીલ ખાતે શપથવિધી યોજાઈ રહી હતી ત્યારે બીજી બાજુ થયેલા સાયબર એટેકના પગલે સોશિયલ મીડિયામાં અને મીડિયામાં આ સાયબર એટેક ચર્ચાનું કારણ બન્યો હતો

(8:20 pm IST)