Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

રિયલમી હાઇફિચર્સ સી ટુ મોબાઇલનું લોન્ચિંગ કરશે

૧૫ જૂનથી ઓફલાઇન બજારમાં લોન્ચ થશે : આઠથી ૧૪ જૂન દરમિયાન રિયલમી સી ટુનું પ્રિ-બુકિંગ થશે : આકર્ષક લુક, દમદાર બેટરી સહિતના અનેક ફિચર્સ

અમદાવાદ, તા.૨૯ : ભારતમાં નં.૧ સ્માર્ટફોન બ્રાન્ડ રિયલમી દ્વારા આગામી તા.૧૫મી જૂનથી સાવ સસ્તામાં એટલે કે, માત્ર ૫,૯૯૯ની કિંમતમાં અનેક આકર્ષક અને હાઇફિચર્સ ધરાવતો સી ટુ મોબાઇલ લોન્ચ કરવામાં આવશે. તા. ૧૫મી જૂનથી આ સી ટુ મોબાઇલ ઓફલાઇન બજારમાં આવી જશે અને ગુજરાત સહિત દેશભરના આઠ હજાર સ્ટોરમાં તે ઉપલબ્ધ બનશે એમ અત્રે રિયલમી ઇન્ડિયાના ચીફ એકઝીકયુટીવ ઓફિસર માધવ શેઠ અને પ્રોડક્ટ મેનેજર નિધી ભાટિયાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રિયલમી સી ટુ એ દેશની રિયલ ચોઇસનો મોબાઇલ બની જશે. તા.૧૫મી જૂનથી આ અદભુત મોબાઇલ ફોન દેશભરના આઠ હજાર સ્ટોરમાં ઓફલાઇન વેચાતો થઇ જશે. ગ્રાહકો તેમના નજીકના અથવા તો પસંદગીના સ્ટોર પર તા.૮થી ૧૪ જૂન દરમ્યાન રિયલમી સી ટુ નું પ્રિ-બુકીંગ કરાવી શકશે. આ સ્ટાઇલિશ ડિવાઇસ ૨ જીબી રેમ પ્લસ ૧૬ જીબી રોમ, ૨ જીબી રેમ પ્લસ ૩૨ જીબી રોમ અને ૩જીબી રેમ પ્લસ ૩૨ જીબી રોમ વેરિઅન્ટમાં માત્ર ૫૯૯૯ રૂપિયાના પ્રારંભિક મૂલ્યથી મળશે. ૨ જીબી રેમ પ્લસ ૩૨ જીબી રોમ અને ૩ જીબી રેમ પ્લસ ૩૨ જીબી રોમ તા.૧૫ જૂન, ૨૦૧૯થી અને ૨ જીબી રેમ પ્લસ ૧૬ જીબી રોમ વેરિઅન્ટ જૂલાઇથી ઓફલાઇન સ્ટોર પર મળશે. રિયલમી સી ટુ સમગ્ર દેશમાં ૮૦૦૦ સ્ટોર પર ઉપલબ્ધ હશે, જેમાં ૩૪૯ સ્ટોર ગુજરાતમાં છે. આ ૮૦૦૦ મલ્ટીબ્રાન્ડ સ્ટોરમાંથી ૩૮૦ સ્ટોર ડિવાઇસની મુખ્ય બ્રાન્ડિંગની સાથે રિયલમી સી ટુ ના કેન્દ્રિત કોન્સેપ્ટ સ્ટોર હશે. રિયલમીના ભારતમાં ૨૭૪ સર્વિસ સેન્ટર છે. તે પૈકી ગુજરાતમાં ૧૬ સર્વિસ સેન્ટર છે. રિયલમી ગ્રાહકોને વધારે પ્રભાવશાળી સેવાઓ પ્રદાન કરવા માટે ભારતમાં બજારની વધતી પહોંચની સાથે પોતાની સેવા નેટવર્કનો વિસ્તાર કરવાની યોજના પણ બનાવી રહ્યાં છે. રિયલમી ઇન્ડિયાના ચીફ એકઝીકયુટીવ ઓફિસર માધવ શેઠ અને પ્રોડક્ટ મેનેજર નિધી ભાટિયાએ વધુમાં ઉમેર્યું કે, અમે અમારા ગ્રાહકોને પ્રોડક્ટનો વધારે ટચ આપવા માટે ઓફલાઈન વિસ્તુત કરી રહ્યાં છીએ. અમે અમારા ગ્રાહકોને અમારી પ્રોડક્ટ્સમાંપાવર અને સ્ટાઈલનું કોમ્બિનેશન આપવાનો પ્રયાસ કર્યો છે. આ વર્ષે રિયલમી અમદાવાદમાં પોતાના એક્સક્લુઝિવ સર્વિસ સેન્ટર પણ ચાલુ કરશે. વેલ્યુકિંગ રિયલમી સી ટુ માં ૬.૧ ઇંચની એચડી પ્લસ ડ્યૂડ્રોપ ફુલ સ્ક્રીન છે, જે વીડિયો જોવા અથવા ગેમ રમવાનો અનુભવ આપે છે. એચડી પ્લસ સ્ક્રીન પર ર્કોનિંગ ગોરિલા ગ્લાસ ૩ સ્ક્રીનની મજબૂતી વધારી દે છે. પેન્ટિંગ તથા પર્લ શાઇનિંગ કણોના થ્રી લેયરની સાથે ડાયમંડ કટ ડિઝાઇન પ્રકૃતિના પરિવર્તનકારી પ્રભાવ, જેમકે આકાશ, તારા ભરેલ રાત અથવા તરંગયુક્ત પાણીને પ્રદર્શિત કરે છે. રિયલમી સી ટુ ડાયમંડ બ્લેક અને ડાયમંડ બ્લૂમાં મળશે. આ ફોનમાં ૪૦૦૦ એમએએચની બેટરી છે, જે ચાર્જ વગર પૂરો દિવસ ચાલશે. રિયલમી સી ટુમાં ૨.૦ ગીગાહટ્ર્ઝ અને ૧૨એનએમ ઓક્ટાકોર હીલિયો પી૨૨ પ્રોસેસર શક્તિશાળી પરફોર્મન્સની સાથે ખૂબ જ લાંબી બેટરી સુનિશ્ચિતતા કરે છે. રિયલમી સી૨ ડ્યુઅલ સિમ ૪ જી નો સપોર્ટ કરતાં ટ્રિપલ ઇન્ડિપેન્ડેટ કાર્ડ સ્લોટની સાથે ૨૫૬જીબીના એક્સપેન્ડેબલ સ્ટોરેજ સપોર્ટ કરશે. વેલ-કસ્ટમાઇઝ્ડ એઆઇ ડ્યુઅલ રિયર કેમેરા ક્રોમા બૂસ્ટની સાથે વધારે પ્રાકૃતિક તથા પ્રભાવશાળી ફોટો માટે ઉપયુક્ત છે. ક્રોમા બૂસ્ટ એચડીઆર રેન્જ તથા કલર્સમાં સુધાર કરી દે છે. રિયલમી સી૨ આ પ્રાઇઝ રેન્જમાં પહેલી વાર ૮૦એફપીએસ-૪૮૦પી સ્લો-મોશન વીડિયો રેર્કોડિંગ સપોર્ટ કરશે. રિયલમી સી ટુમાં કલર ઓએસ ૬ બેસ્ડ એન્ડ્રોઇડ પાઇ ૯.૦ છે. આમ, ભારતનો આ સૌથી પસંદીદા અને લોકપ્રિય મોબાઇલ ફોન બની રહેશે તેવી અમને આશા છે.

(12:00 am IST)