Gujarati News

Gujarati News

News of Thursday, 30th May 2019

મંત્રીઓના નામ પર મંથન ચાલુ: સાથી પક્ષો સાથે વાતચીત બાદ ફરી મોદીને મળવા પહોંચ્યા શાહ

મંત્રાલયની વહેંચણીને લઈ બંને નેતાઓ વચ્ચે બેઠકોનો દોર

નવી દિલ્હીઃ ભાજપના અધ્યક્ષ અમિતભાઈ શાહ ફરીવાર પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. સરકારની રચના અને મંત્રાલયની વહેંચણીને લઈ બંને નેતાઓ વચ્ચે બેઠકોનો િલસિલો ચાલુ છે. મંગળવારે પણ શાહ અને મોદી વચ્ચે લાંબી બેઠક થઈ. બુધવારે અમિતભાઈ  શાહ નીતિશ કુમાર સહિત અન્ય કેટલાક સહયોગિઓ સાથે મુલાકાત બાદ ફરી પીએમ આવાસ પહોંચ્યા છે.

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહ વચ્ચે બેઠક મળી હતી . મંત્રીમંડળમાં કયા-કયા ચેહરા સામેલ થશે, તેને લઈ સતત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપનાન નવા-જૂના ચેહરાઓમાં સમાધાનની સાથોસાથ એનડીએના દળોને મંત્રાલયની વહેંચણીને લઈ મોદી અને શાહ વચ્ચે લાંબી બેઠક થઈ રહી છે.

  જણાવવામાં આવી રહ્યું છે કે 30 મેના રોજ પીએમ મોદીની સાથે 65 મંત્રી શપથ લઈ શકે છે, જેમાં નવા ચેહરા હોય શકે છે.

(12:00 am IST)