Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સીઈઓ ચંદા કોચર ઉપરના આરોપની સ્વતંત્ર તપાસ કરાવવા ICICI બેન્કનો નિર્ણય

-તપાસ ટીમના વડા ,શરતો અને સમયગાળો ઓડિટ ટિમ કરશે નક્કી

નવી દિલ્હી: પ્રાઈવેટ સેક્ટર બેંક ICICIના મેનેજીંગ  ડિરેક્ટર અને સીઈઓ ચંદા કોચર સામેવ્હિસલ બ્લોઅરદ્વારા લગાવાયેલા આરોપોની સ્વતંત્ર તપાસ કરવાનો આઈસીઆઈસીઆઈ બેંકે નિર્ણય કર્યો છે આઈસીઆઈસીઆઈ બેંકે રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું કે, તપાસ કોઈ સ્વતંત્ર વ્યક્તિના નેતૃત્વમાં હશે.

  બેંકના બોર્ડે કહ્યું કે, ઓડિટ કમિટી મામલે આગળનો નિર્ણય લેશે. કમિટી તપાસ ટીમના વડા, સંદર્ભની શરતો અને સમય ગાળો નક્કી કરશે. ઓડિટ કમિટી મુખ્ય તપાસકર્તાને સ્વતંત્ર લીગલ અને પ્રોફેશનલ સપોર્ટની સાથે મદદ મળશે.

  ફાઈલિંગમાં કહેવાયું કે, ‘તપાસનું માળખું વિસ્તૃત હશે અને તપાસ દરમિયાન સામે આવનારા બધા ફેક્ટ્સ અને સંબંધિત મામલાને પણ સામેલ કરવામાં આવશે. ફોરેન્સિક, -મેલ રીવ્યૂઝનો પ્રયોગ કરવામાં આવશે અને સંબંધિત વ્યક્તિઓના સ્ટેટમેન્ટ પણ નોંધવામાં આવશે.’

   કોચર પર કેટલાક લેન્ડર્સ સાથે હિતોના ટકરાવ અને એકબીજાને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવાયો છે. તાજેતરમાં બજાર નિયામક સેબીએ આઈસીઆઈસીઆઈ બેંક અને તેના સીઈઓ ચંદા કોચરને નોટિસ આપી છે. નોટિસ આઈસીઆઈસીઆઈ બેંકના વિડિયોકોન ગ્રુપ તેમજ ન્યૂપાવર વચ્ચેના સોદાના સંબંધમાં આપવામાં આવી છે. ન્યૂપાવરમાં ચંદા કોચરના પતિ દીપક કોચરના આર્થિક હિત જોડાયેલા છે.

(1:29 am IST)