Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સની 24 વર્ષની અરી કાલાને થાય છે લોકોના મોતનો આભાસ !

12 વર્ષે જ થયો પહેલીવાર સિક્સ્થ સેન્સનો અનુભવ

 

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતી અરી કાલા નામની 24 વર્ષની યુવતીને લોકોના મોતનો આભાસ થાય છે અરી કાલાએ  લિગલ સેક્રેટરીની 9થી 5ની જોબ વર્ષો છોડી દીધી અને હાલમાં પ્રોફેશનલ રીતે આત્માનું અધ્યયન કરી રહી છે. અરીને સૌથી પહેલા પોતાની સિક્સ્થ સેન્સનો અનુભવ 12 વર્ષની ઉંમરે થયો હતો. તેના અંકલની મુલાકાત માટે ગયેલી અરીને અલગ પ્રકારની સ્મેલ આવી રહી હતી, અહીં ખાસ વાત છે કે વિચિત્ર સ્મેલ તેના સિવાય પરિવારમાંથી અન્ય કોઈને નહોતી આવી રહી. તેના થોડા સમય બાદ તેના અંકલનું મૃત્યુ થઈ ગયું.

ત્યારથી અરીને તેની આસપાસ કોઈ બિમાર વ્યક્તિ અથવા પછી વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પામવાનું હોય ત્યારે આવી વિચિત્ર સ્મેલ આવે છે. જોકે તે માને છે કે વાત સામેની વ્યક્તિને કહેવા છતા કોઈ તેનો વિશ્વાસ નહીં કરે. જાણતા હોવા છતાં મરનારને બચાવી શકવાના કારણે તેને પોતાની શક્તિ એક ભાર તરીકે લાગે છે.

  અરી પાસે રહેલી ગજબની શક્તિના કારણે શરૂઆતમાં તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. જેના કારણે તેના મિત્રો અને પરિવારના લોકો પણ દૂર થઈ ગયા. તેની નોકરી પણ તેનાથી છૂટી ગઈ. પરંતુ બાદમાં તેણે ધીમે-ધીમે શક્તિ અને ડિપ્રેશન પર કાબૂ મેળવ્યો. વિશે અરી કહે છે કે, દરેક વ્યક્તિમાં પ્રકારની અલૌકિક શક્તિ હોય છે. પરંતુ તમારે તેને ઓળખવાની જરૂર હોય છે.

  ડિપ્રેશનથી બહાર આવીને હાલમાં અરી હાલમાં 25થી 45 વર્ષની અન્ય મહિલાઓને પોતાની અંદર રહેલા અલૌકિક શક્તિને કેવી રીતે બહાર લાવવી, તાંત્રિક વિદ્યા વગેરે શીખવે છે. જોકે કોઈના પણ મૃત્યુની સ્મેલ નોટિસ કર્યા બાદ તે વ્યક્તિને જણાવતી નથી. કારણ કે તે માને છે કે તેનું કામ નથી.

(1:27 am IST)