Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

વિજય માલ્યાના જીવન પરથી બનશે 'રંગીલા રાજા' ફિલ્મ :રોલ કરવા ડાન્સિંગ સ્ટાર ગોવિંદાની પસંદગી

   મુંબઈ ;ભાગેડુ વિજય માલ્યાના જીવન પાર એક ફિલ્મ બનવા જઈ રહી છે જેના રોલ માટે બોલીવુડના ડાન્સિંગ સ્ટાર ગોવિંદાની પસંદગી કરાઈ છે બોલિવૂડ એક્ટર ગોવિંદા લાંબા સમયથી ફિલ્મી પડદે નથી દેખાયો  નથી ત્યારે કૌભાંડી બિઝનેસમેન વિજય માલ્યાના જીવન પરથી ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે

  અહેવાલ મુજબ ફિલ્મનું નામરંગીલા રાજારાખવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટસ મુજબ ફિલ્મમાં માલ્યાના ઈન્ટરનેશનલ સ્કેમ્સ દેખાડવામાં આવશે. ફિલ્મને સેન્સર બોર્ડના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાની પ્રોડ્યૂસ અને ડિરેક્ટ કરશે.

  ગત સપ્તાહે નિહલાનીએ ગોવિંદા સાથે ફિલ્મનું એક ગીત પણ શૂટ કર્યું છે. બોલિવૂડ એક્ટ્રર ગોવિંદા એક સમયે કોમેડી કિંગ ગણાતો હતો. થિયેટરમાં તેની ફિલ્મો મહિનાઓ સુધી હાઉસફુલ રહેતી હતી.ગોવિંદા અને વરૂણ શર્માની ફિલ્મ 'ફ્રાઇ ડે' 25 મેના દિવસે રિલીઝ થઈ છે. છેલ્લા કેટલાક દિવસથી ગોવિંદાનો કરિયર ગ્રાફ ઝપાટાભેર નીચે જઈ રહ્યો છે.

 

twitter video link : https://twitter.com/ANI/status/1001388003590258689

(12:52 am IST)