Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

એર ઇન્ડિયા માટે હજુ સુધી બિડ મળ્યા જ નથી : સરકાર

મહેતલને વધુ લંબાવવામાં આવશે નહીં : સરકાર : એક ઇન્ડિયામાં હિસ્સેદારી ખરીદવા માટે કોઇ પણ મોટી કંપની હાલમાં આગળ આવી નથી : કેન્દ્ર સરકાર નિરાશ

નવીદિલ્હી,તા.૩૦ : નાગરિક ઉડ્ડયન સચિવ દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે, સરકારી એર ઇન્ડિયામાં તેની હિસ્સેદારી માટે હજુ સુધી કોઇપણ બિડ સરકારને મળ્યા નથી. તેમણે કહ્યું હતું કે, વિધિવતરીતે બિડિંગની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે પરંતુ સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. આરએમ ચૌબેએ કહ્યું હતું કે, એર ઇન્ડિયામાં રસ ધરાવવા માટે કોઇ કંપનીઓ આગળ આવે તે માટે રજૂઆત માટેની મહેતલને લંબાવવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, બિડ મેળવવા માટેની મહેતલ પહેલાથી જ લંબાવવામાં આવી ચુકી છે. આ મહેતલને ૧૪મી મેથી વધારીને ૩૧મી મે કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર નુકસાન કરનાર અને દેવામાં ડૂબેલા એરલાઈન્સમાં પોતાની હિસ્સેદારી વેચવા માટે તૈયાર છે. આના માટેની યોજના માર્ચ મહિનામાં તૈયાર કરી લેવામાં આવી હતી. ૭૬ ટકા હિસ્સેદારી સરકાર દ્વારા વેચવામાં આવનાર છે. એર ઇન્ડિયા ઉપર જંગી દેવું થયેલું છે. એર ઇન્ડિયામાં હિસ્સેદારીને લઇને શરૂઆતમાં કેટલીક કંપનીઓએ રસ દર્શાવ્યો હતો પરંતુ હવે કોઇ કંપની આગળ આવી રહી નથી. એર ઇન્ડિયા છેલ્લા ઘણા સમયથી દેવાના કારણે ચર્ચામાં છે. એર ઇન્ડિયામાં નવા પ્રાણ ફુંકવા માટે વર્ષોથી પ્રયાસ સરકાર તરફથી કરવામાં આવી રહ્યા હોવા છતાં સફળતા હાથ લાગી નથી. આગામી દિવસોમાં એર ઇન્ડિયાના સંદર્ભમાં કયા પગલા લેવામાં આવે તેને લઇને નવી યોજના જાહેર થઇ શકે છે. ઇડ્ડયન સચિવનું કહેવું છે કે, એર ઇન્ડિયા માટે કોઇપણ બીડ કરવામાં આવનાર નથી. બિડને લંબાવવામાં પણ આવશે નહીં. સમય મર્યાદાને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી છે.

(7:30 pm IST)