Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ચંદા કોચર સામે આક્ષેપોનો સ્વતંત્ર તપાસને અંતે મંજુરી

આઈસીઆઈસીઆઈ બેંકે તપાસને મંજુરી આપી : સ્વતંત્ર અને વિશ્વસનીય વ્યક્તિના નેતૃત્વમાં ટુકડી તપાસ કરશે : આક્ષેપોમાં તપાસની હદ ખુબ વિસ્તૃત હશે : રિપોર્ટ

નવી દિલ્હી,તા. ૩૦ :  પ્રાઇવેટ સેક્ટરની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે આજે કહ્યું હતું કે, તેના દ્વારા પોતાના એમડી અને સીઈઓ ચંદા કોચર સામે વ્હિસલ બ્લોઅર દ્વારા મુકવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર તપાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. બેંકનું કહેવું છે કે, ચંદા કોચર સામે મુકવામાં આવેલા આક્ષેપોમાં તપાસ થશે. બેંકના બોર્ડે કહ્યું છે કે, ઓડિટ કમિટિ આ મામલામાં આગળ નિર્ણય લેશે. કમિટિ તપાસ ટીમના વડાના સંદર્ભમાં શરતો અને અન્ય બાબતો નક્કી કરશે. ઓડિટ કમિટિ મુખ્ય તપાસ કરનારને સ્વતંત્ર લીગલ અને પ્રોફેશનલ સપોર્ટની સાથે મદદ આપવામાં આવશે. ફાઈલિંગમાં કહેવામાં આવ્યું છે કે, તપાસની હદ ખુબ જ વિસ્તૃત રહેશે. તપાસ દરમિયન સપાટી પર આવનાર તમામ વાસ્તવિકતા અને સંબંધિત મામલાઓને સામેલ કરવામાં આવશે. ફોરેન્સિક, ઇ-મેઇલ રિવ્યુના પ્રયોગ કરવામાં આવશે. સંબંધિત લોકોના નિવેદન પણ લેવામાં આવશે. કોચર ઉપર કેટલાક દેવાદારોની સાથે હિતોના સંઘર્ષ અને એકબાજીના લાભ પહોંચાડવાના આક્ષેપો મુકવામાં આવ્યા છે. તાજેતરમાં જ બજાર રેગ્યુલેટર સેબીએ આઈસીઆઈસીઆઈ બેંક અને તેના એમડી સીઈઓ ચંદા કોચરને નોટિસ ફટકારી હતી. આ નોટિસ આઈસીઆઈસીઆઈ બેંકની વિડિયોકોન ગ્રુપના ન્યુ પાવર વચ્ચે સમજૂતિના સંદર્ભમાં જારી કરવામાં આવી છે. ખાનગી ક્ષેત્રની આ બેંકે શેરબજારને સૂચના આપી દીધી છે. ન્યુ પાવર કંપનીમાં ચંદા કોચરના પતિ દિપક કોચરના આર્થિક હિતો જોડાયેલા છે. આક્ષેપોના સંદર્ભમાં વિગતો આપવાનો ઇન્કાર કરતા રેગ્યુલેટરી ફાઈલિંગમાં બેંકે કહ્યું છે કે, તપાસનું નેતૃત્વ એક સ્વતંત્ર વ્યક્તિ કરશે જેમની વિશ્વસનીયતા ખુબ ઉંચી રહેશે. તપાસની જાળ પણ ખુ વિસ્તૃત રહેશે. ચંદા કોચર સામે છેલ્લા ઘણા સમયથી આક્ષેપબાજીનો દોર ચલાવામાં આવ્યા બાદ હવે તેમની સામે તપાસ હાથ ધરવા આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા મંજુરી અપાઈ છે.

(7:29 pm IST)