Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

જો મોદી સરકાર વેનેઝુઅેલા દેશની ઓફર સ્‍વીકારી લે તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ૨૩ રૂપિયા સુધી ઘટાડો થઇ શકે

નવી દિલ્હી: ડિઝલના કુદકે ને ભુસકે વધી રહેલા ભાવથી ચિંતીત લોકો માટે સારા સમાચાર છે. કારણ કે, વેનેઝુઅેલા દેશ દ્વારા મોદી સરકારને કરેલી ઓફર સ્‍વીકારાય તો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ધરખમ ઘટાડો થઇ શકશે.

પેટ્રોલ ડીઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે બુધવારે તેલ કંપનીઓએ મામૂલી ભાવ ઘટાડો કર્યો છે. પરંતુ તેનાથી સામાન્ય માણસોને કોઈ બહુ ફાયદો થશે નહીં. એવા અહેવાલો આવી રહ્યાં છે કે મોદી સરકાર પાસે ઓફર છે કે તેઓ પેટ્રોલ 23 રૂપિયા 35 પૈસા સુધી અને ડીઝલ 21 રૂપિયા સુધી સસ્તુ કરી શકે છે. દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાએ આ ઓફર ભારત સરકારને આપી છે. જો મોદી સરકાર વેનેઝુએલાની આ ઓફરનો સ્વીકાર કરી લે તો દેશમાં પેટ્રોલ ડીઝલના વધતા ભાવો પર સ્થાયી બ્રેક લાગી શકે છે. જો કે આ ઓફર પર છેલ્લો નિર્ણય PMOએ લેવાનો છે.

દુનિયાના સૌથી મોટા ક્રુડ ઓઈલ ભંડાર ધરાવતા દેશ વેનેઝુએલાએ જણાવ્યું છે કે ભારત ક્રુડ ઓઈલની આયાત માટે જો તેની કરન્સી પેટ્રોને યુઝ કરે તો તે તેને ઓછામાં ઓછા 30 ટકા સસ્તુ  તેલ આપવા માટે તૈયાર છે. વેનેઝુએલાએ હાલમાં જ ન્યૂ બ્લોકચેન ટેક્નોલોજી આધારિત કરન્સી પેટ્રો લોન્ચ કરી છે. ભારત જો વેનેઝુએલાની ઓફર માટે તૈયાર થઈ જાય તો આ ઓફરનો ઘણો લાભ મળી શકે છે.

ભારત પોતાની જરૂરિયાતનો 80 ટકા ક્રુડ આયાત કરે છે. આવામાં જો ભારત મોટાભાગનું ક્રુડ ઓઈલ વેનેઝુએલાથી આયાત કરે તો પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભારે ઘટાડો થઈ શકે છે. આનાથી માત્ર ભાવ જ ઓછા નહીં થાય પરંતુ મોંઘવારીના મોરચે પણ રાહત મળી શકે છે. લોકોની સાથે સાથે મોદી સરકાર પાસે પણ ઓઈલના ભાવ ઘટાડા માટે મોટું સમાધાન રહેશે.

પેટ્રો દુનિયામાં કોઈ પણ દેશ દ્વારા સમર્થિત આ પહેલી ક્રિપ્ટોકરન્સી છે. તેનુ નામ પણ પેટ્રોલિયમથી લેવામાં આવ્યું છે. કારણ કે આ દેશમાં ક્રુડનો વિશાળ ભંડાર છે અને તેની ઈકોનોમી મોટાભાગી તેના ઉપર નિર્ભર છે. વેનેઝુએલામાં 300 અબજ બેરલનો દુનિયાનો સૌથી મોટો ક્રુડ ઓઈલ રિઝર્વ છે. બીજા સ્થાને સાઉદી અરબ છે. તેની પાસે 266 અબજ બેરલનો ક્રુડ રિઝર્વ છે.

ગત મહિને વેનેઝુએલાના બ્લોકચેન ડિપાર્ટમેન્ટના એક્સપર્ટની એક ટીમ ભારત આવી હતી. આ દરમિયાન તેણે દિલ્હી સ્થિત એક બિટકોઈન ટ્રેડિંગ ફર્મ કોઈનસિક્યોર સાથે એક ડીલ પણ કરી. વેનેઝુએલના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યં કે કોઈનસિક્યોર દ્વારા ભારતમાં પેટ્રોમાં રોકાણ માટે ખાનગી ક્ષેત્ર રસ દાખવી ચૂક્યા છે.

વેનેઝુએલાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભારતના પ્રાઈવેટ સેક્ટરથી તેમને સારો રિસ્પોન્સ મળે છે. રિપોર્ટ મુજબ વાતચીતમાં વેનેઝુએલાએ પેટ્રો દ્વારા ક્રુડ ઓઈલ ખરીદવા પર ઓછામાં ઓછુ 30 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી છે.

રિપોર્ટ મુજબ પેટ્રો દ્વારા અત્યાર સુધી 3.8 અબજ ડોલર ભેગા કરી લેવાયા છે. 127 દેશોએ તેમાં રસ દાખવ્યો છે. 20 મેના રોજ વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ચૂંટણી બાદ પેટ્રો લોન્ચ કરાશે. કહેવાય છે કે તેના દ્વારા દેશની ઈકોનોમીમાં સ્થિરતા આવશે.

(4:48 pm IST)