Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

રાજ ઠાકરેના જન્‍મદિવસે મનસે દ્વારા લોકોને પેટ્રોલ - ડિઝલમાં ૪ રૂપિયાની છૂટ

૩૬ પેટ્રોલ પમ્‍પ ખાતે ટુ-વ્‍હીલર ચાલકોને પેટ્રોલ અને ડિઝલ પર ૪ રૂપિયાની છૂટ આપશે

મુંબઈ તા. ૩૦ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના પ્રમુખ રાજ ઠાકરેનો આવતી ૧૪ જૂને જન્‍મદિવસ છે. એ દિવસે રાજ પોતાનો ૫૦માં જન્‍મદિવસ ઉજવશે.

એમના જન્‍મદિવસને એમની પાર્ટી એક યાદગાર અવસર બનાવવાની છે. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ દિવસે મુંબઈમાં ૩૬ પેટ્રોલ પમ્‍પ ખાતે ટુ-વ્‍હીલર ચાલકોને પેટ્રોલ અને ડિઝલ પર ૪ રૂપિયાની છૂટ આપશે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજમાં પેટ્રોલ અને ડિઝલના પ્રતિ લીટર ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે. લોકોમાં વ્‍યાપકપણે નારાજગી પ્રવર્તે છે. એનો લાભ ઉઠાવવા માટે મનસે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ સરકારની વિરુદ્ધમાં એક અનોખું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.

એમણે પાર્ટીના વડા રાજ ઠાકરેના જન્‍મદિવસને અલગ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે અને દ્વીચક્રી વાહનચાલકોને ૩૬ પેટ્રોલ પમ્‍પ્‍સ ખાતે પેટ્રોલ, ડિઝલમાં ડિસ્‍કાઉન્‍ટ આપશે.

(2:45 pm IST)
  • બેલ્જીયમમાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં બે પોલીસકર્મી સહીત ત્રણના મોત :બંદૂકધારીએ એક વ્યક્તિની હત્યા પહેલા બે પોલીસકર્મીને ગોળી મારી દીધી :સ્કૂલમાં તેને એક વ્યક્તિને બંધક પણ બનાવી ;પોલીસે હુમલાખોરને ઠાર કર્યો :આ ઘટના પૂર્વી ઔદ્યોગિક શહેર લીઝમાં બની હતી access_time 1:17 am IST

  • દિગ્વિજયસિંહ કેજરીવાલના માર્ગે, માનહાનિ કેસમાં નીતિન ગડકરીની માંગી માફી : નીતિન ગડકરીને ભાજપના અધ્યક્ષ બનાવાયા ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે, ગડકરી નેતાથી વધુ ઉદ્યોગપતિ છે. access_time 5:38 am IST

  • બ્રિટન સમક્ષ ભારતે ઉઠાવ્યો વિજય માલ્યા ,લલિત મોદી અને નીરવ મોદીનો મામલો;માલ્યા અને લલિત મોદીના પ્રત્યાર્પણમાં ઝડપ લાવવા જણાવ્યું :બંને દેશો વચ્ચે ગૃહમંત્રાલય સ્તરીય સંવાદમાં ભારતે નીરવ મોદીની શોધ માટે પણ બ્રિટનના સહયોગની અપીલ કરી access_time 1:48 am IST