Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

મોદી સરકારની ગૂલાટઃ SC/ST મુદ્દે વટહુકમ નહિ લાવે

ઉતાવળ નહિ કરેઃ કાનૂની વિકલ્પો અંગે થશે વિચારણા

નવી દિલ્હી તા. ૩૦ :.. અનુસુચિત જાતિ તેમજ અનુસુચિત જનજાતિ અધિનિયમને કથિતરૂપે હળવો કરવાના નિર્ણય ને નિષ્પ્રભાવી કરવા માટે સરકાર તાત્કાલીક ધોરણે અધ્યાદેશ લાવશે નહિ, પહેલા કોર્ટના કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરશે.

આ નિર્ણય વિરૂધ્ધ સરકારની પુનર્વિચાર અરજી સુપ્રીમ કોર્ટમાં લંબિત છે અને તેના પર સુનાવણી ચાલુ છે. વધુ સુનાવણી જૂલાઇમાં થશે સરકારના સુત્રોના જણાવ્યા મુજબ આ મામલે પુનર્વિચાર અરજી પર નિર્ણય આવ્યા બાદ ઉપચારાત્મક અરજીનો વિકલ્પ અપનાવાશે.

સામાન્ય રીતિ પુનર્વિચાર અરજીઓ ૯૯ ટકા મામલમાં નિષ્ફળ થઇ જાય છે કારણ કે તેની સુનાવણી તે જ બેંચ કરે છે. જેને તેના પર નિર્ણય આપ્યો છે.

આ મામલે કોર્ટનું જે વલણ છે. તે સ્પષ્ટ છે. કોર્ટે કહયું કે તેનો નિર્ણય યોગ્ય જ છે કારણ કે ફકત આરોપ લગાવાથી કોઇ વ્યકિતને જેલમાં નાખી શકાય નહી અને તેને આગોતરા જામીન લેવાથી વંચિત રાખી શકાય છે. તે તેની સંબીધાનના અનુચ્છેદ-ર૧ હેઠળ મેલા જીવન-વ્યકિતગત આઝાદીનો અધિકાર છે. જેને કોઇ કાયદા દ્વારા ફેરફાર કરી શકાય નહીં.

સુત્રોએ કહ્યું કે પુનર્વિચાર અરજીના વિફળ થવા પર ઉપચારાત્મક અરજી દાખલ કરાશે. આ અરજી પાંચ જજની પીઠ સંભળાવાશે. જેમાં નિર્ણય આપનાર પીઠના જજ પણ હશે. સુત્રોના જણાવ્યા મુજબ અધ્યાદેશ અંતિમ વિકલ્પ છે. જેનો પ્રયોગ આ ઉપાયો બાદ જ કરાશે.

સુત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર મોનસુન સત્ર દરમ્યાન અનુસુચિત જાતિ તેમજ અનુસુચિત જનજાતિ અધિનિયમમાં સંશોધન વિધેયક પણ લાવી શકે છે. સંસદમાં તેનો કોઇ રાજનૈતિક વિરોધ થવાની આશા પણ નથી.

(1:00 pm IST)