Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ભારતમાં અબજપતિઓની સંખ્યા ૩ ગણી થશે

૨૦૨૭માં ભારતમાં અબજપતિઓ વધશે : રોજિંદી કમાણીમાં હાલ ઝુકરબર્ગ વિશ્વમાં અવ્વલ

નવી દિલ્હી તા. ૩૦ : ૨૦૨૭ સુધી વિશ્વમાં સૌથી વધારે અરબપતિ ભારતમાં થઇ જશે. આ સંખ્યા એટલી વધારે થઇ જશે કે રશિયા જેવો દેશ પણ પાછળ થઇ જશે. એક રિપોર્ટ અનુસાર જણાવવામાં આવ્યું છે કે ચીનમાં સૌથી વધારે અરબપતિ હશે.

હાલનાં સમયમાં પણ વિશ્વમાં સૌથી વધારે અરબપતિ ચીનમાં છે. ત્યાં જ દરરોજ કમાવવાનાં મામલે ફેસબુકનાં સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ સૌથી આગળ છે. જો કે તેઓની કુલ વેલ્થ અમેઝોનનાં સીઇઓ જેફ બૈઝોસથી બીજા નંબરે છે.

એએફઆર એશિયા બેંકનાં રિપોર્ટને જણાવ્યા અનુસાર હાલનાં સમયમાં પૂરા વિશ્વમાં ૨૨૫૨ અરબપતિ છે કે જેની સંખ્યા ૨૦૨૭ સુધી ૩૪૪૪ની નજીક પહોંચી ગયેલ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર ૨૦૨૭ સુધી ચીનમાં આની સંખ્યા ૪૪૮થી વધીને ૬૯૭ થઇ જશે.

ભારતમાં હાલમાં ૨૩૮ અરબપતિ છે કે જે ૨૦૨૭ સુધી ૩૫૭ થઇ જશે. અમેરિકામાં ૧૪૭ અરબપતિ છે કે જે આગામી ૧૦ વર્ષોમાં ૮૮૪ને પાર થઇ જશે.

બ્લૂમબર્ગનાં રિપોર્ટ અનુસાર દરરોજની કમાણીનાં મામલે માર્ક ઝુકરબર્ગ સૌથી આગળ છે. જો કે ટોપ પર અમેઝોનનાં સીઇઓ જેફ બેસોસ સૌથી આગળ છે. બ્લૂમબર્ગે જણાવ્યું કે, બુધવાર સુધી બેસોસની સંપત્તિ ૧૩૩ અરબ ડોલર પર પહોંચી ગઇ છે.(૨૧.૬)

(11:51 am IST)