Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

યુપીના કૈરાનામાં ૩૭ બેઠકો પર ફેરમતદાન

મશીન ખરાબ થવાના કારણે આજે મતદાન ચાલી રહ્યું છે

નવી દિલ્હી તા. ૩૦ : શામલીમાં વીવી પેટમાં ગડબડના કારણે કૈરાના લોકસભા પેટાચૂંટણીને ધ્યાનમાં લેતા સહારનપુર જિલ્લાના ૬૮ તેમજ શામલી જિલ્લાના ૫ બૂથ પર આજે ફરી પુનઃમતદાન યોજાશે. જિલ્લા પ્રશાસને પુનઃમતદાનની બધી તૈયારીઓ પુરી કરી લઇ છે. આજે સાંજ સુધી પોલિંગ પાર્ટીઓને મતદાન સ્થળે રવાના કરવામાં આવ્યાં છે.ઇવીએમ અને વીવીપેટ મશીનમાં ખરાબીના આરોપ વચ્ચે ઉત્તર પ્રદેશમાં કૈરાના લોકસભાની બેઠક માટે ૭૩ બૂથ પર આજે પુનઃમતદાન યોજાશે. ચૂંટણી આયોગે જણાવ્યું હતું કે સવારે ૭ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. કૈરાના તેમજ ભંડારા ગોંદિયા બેઠક માટે ૩૯ પોલિંગ બૂથ પર ફેરથી ચૂંટણી કરવામાં આવશે.

અહીં પણ સવારે ૭ વાગે મતદાન શરૂ થશે.ઉલ્લેખનીય છે કે સોમવારે દેશની ૪ લોકસભા અને ૧૦ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. જયાં ઘણી બધી જગ્યા પર ઇવીએમ ખરાબ હોવાની ફરિયાદો મળી હતી. ખરેખર, કૈરાના પેટાચૂંટણીમાં વીવીપેટ ખરાબ હોવાના કારણે આ બેઠક પર બીજી વાર મતદાન કરવાનો પ્રસ્તાવ ચૂંટણી પંચ સમક્ષ મોકલવામાં આવ્યો હતો.કૈરાના ના નકુડમાં ૨૩, ગંગોહમાં ૪૫, થાના ભવનમાં ૧, શામલીના ૪ પોલિંગ બૂથ પર પુનઃ મતદાન યોજાશે. ઉલ્લેખનીય છે કે ૨૯ મેના રોજ ઉત્ત્।ર પ્રદેશની કૈરાના લોકસભા બેઠક પર ૫૪ ટકા અને નૂરપુર વિધાનસભા બેઠક પર ૬૧ ટકા મતદાન થયું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે મતદાન દરમિયાન લગભગ ૩૮૪ સ્થળો પર વીવીપેટ મશીન ખરાબ થયા હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે પુનઃમતદાનનો નિર્ણય લેવામાં આવ્યો.(૨૧.૬)

 

(11:50 am IST)