Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

સબાંગ પોર્ટના આર્થિક અને સૈન્યના ઉપયોગ માટે ઇન્ડોનેશિયાની ભારતને મંજૂરી

ઇન્ડોનેશિયાની વડાપ્રધાન મોદીને ગીફટ

નવી દિલ્હી તા. ૩૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસની ઇન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોરના પ્રવાસે છે. જેમાં ત્રણ દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઇન્ડોનેશિયાનો પ્રવાસ માનવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌ પ્રથમ ઇન્ડોનેશિયાની મુલાકાતે પહોંચ્યા છે. સૈધ્ધાંતિક રીતે મહત્વપૂર્ણ સબાંગ પોર્ટના આર્થિક અને સૈન્યના ઉપયોગ માટે ઇન્ડોનેશિયાની સરકારે ભારતને મંજૂરી આપી છે. આ મંજૂરી ચીન માટે એક સૌથી મોટો ઝટકો છે.

સૈદ્ઘાંતિક દ્રષ્ટિકોણથી ખાસ આ પોર્ટ સંબાગ અંદામાન નિકોબાર દ્વીપ સમુહથી ૭૧૦ કિલોમીટર દૂર છે. આ અગાઉ ચીને પણ આ પોર્ટને લઇને રસ દાખવ્યો હતો.ઙ્ગ આ દ્વીપ સુમાત્રાના ઉત્તરી વિસ્તારમાં છે અને મલક્કા સ્ટ્રેટથી પણ નજીક છે.

એક મળતાં અહેવાલ મુજબ ભારત સબાંગ પોર્ટ અને ઇકોનોમિક જોનમાં રોકાણ કરશે અને એક હોસ્પિટલ પણ બનાવશે. મલક્કા સ્ટ્રેટને દુનિયાના દરિયાઇ રોડના છમાંથી એક સૌથી નાનો રોડ માનવામાં આવમાં છે. સૈન્ય અને આર્થિક રીતે આ ઘણો મહત્વપૂર્ણ છે. આ રોડ પરથી કાચા તેલના જહાજ પસાર થાય છે.

આ જે વિસ્તારમાં આવેલ છે ત્યાથી ભારતનો ૪૦ ટકા દરિયાઇ વેપાર થાય છે. આ ગિફટ ઇન્ડોનેશિયાએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલા જ આપી દીધી હતી. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીનો ઇન્ડોનેશિયાનો પ્રથમ પ્રવાસ છે. રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ તેમને આમંત્રણ આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત-ઇન્ડોનેશિયાએ ૨૦૧૪-૧૫માં સબાંગમાં સહયોગ માટે વિચારણા શરૂ કરી હતી. પંડજૈતાને ચીનની વન બેલ્ટ એન્ડ વન રોડ ઇનિશિએટિવને લઇને ચિંતા વ્યકત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્ડોનેશિયાના ચીન સાથે પણ સંબંધ સારા છે.

(11:48 am IST)