Gujarati News

Gujarati News

News of Wednesday, 30th May 2018

ઇન્દિરાજી પણ RSSના કાર્યક્રમમાં ગયા હતા

નહેરૂએ ગણતંત્ર દિન પરેડમાં સંઘને બોલાવેલોઃ ૩૦૦૦ સ્વયં સેવકોએ પરેડ કરી હતીઃ પ્રણવદાને આમંત્રણથી ઘાંઘા બનેલા કોંગીજનોને સંઘના પ્રવકતાએ ઇતિહાસ યાદ કરાવ્યોઃ પ્રણવદાને સંઘના આમંત્રણ બાદ રઘુરામ રાજનને વિહિપે આમંત્રણ આપ્યું

નવી દિલ્હી તા.૩૦: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને સંઘે આમંત્રણ આપ્યું અને પ્રણવદાએ તેનો સ્વીકાર કર્યો તેમાં આભ તુટી પડયું હોય તેવો વર્તાવ કોંગ્રેસ કરી રહી છે.

 સંઘના પ્રવકતા અને કોંગીજનોને જણાવ્યું હતું કે, ૧૯૬૩ની સાલમાં જવાહર લાલ નહેરૂએ ગણતંત્ર દિનની પરેડમાં સંઘને આમંત્રિત કર્યો હતો. ૩૦૦૦ સ્વયં સેવકો એ પરેડમાં ભાગ લીધો હતો.

૧૯૭૭ની સાલમાં સ્વામી વિેવેકાનંદની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં સંઘના આમંત્રણને માન આપીને ઇન્દિરાજી આવ્યા હતા.

નહેરૂજીને તથા ઇન્દિરાજીને સંઘ સાથે વાંધો ન હતો, પરંતુ સોનિયા-રાહુલ ખુદના અસ્તિત્વ ના જોખમથી ઘાંઘા બનીને સંઘનો વિરોધ કરે છે.(૧.૧૪)

 

(11:47 am IST)